________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
નવાણું પ્રકારી પૂજમાં, પાંચમી પૂજમાં, આ પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૧૩માં થયાનું નોંધ્યું છે અને “સિત્તેજકપ ની શુભશીલગણિકૃત ટીકા (૫૦ ૭૮)માં ચૌદમા ઉદ્ધારની પ્રતિષ્ઠાનું વર્ષ વિ. સં. ૧૨૧૪ નોંધ્યું છે.
આ બધા ઉલેખોમાં વિસં. ૧૨૧૩ની સાલમાં પ્રતિષ્ઠા થયાની વાત વિશેષ પ્રચલિત થઈ હોવા છતાં, આ પ્રસંગને નિર્દેશ આપતાં જૂનામાં જૂના વિ. સં. ૧૩૦૧માં રચાયેલા “કુમારપાલભૂપાલચરિત્ર'માં આપવામાં આવેલ સંવત, બે કારણેસર, વધારે માનવા લાયક ઠરે છેઃ એક તે, એમાં સંવત આપવા ઉપરાંત પ્રતિષ્ઠાનાં મહિને, તિથિ અને વાર પણ આપવામાં આવેલ છે. બીજું કારણ એ છે કે, આ વાતનું બીજ ગ્રંથાએ પણ, ઉપર સૂચવ્યું તેમ, સમર્થન કર્યું છે.
બાહડ મંત્રીએ કરાવેલ ઉદ્ધાર એ, ખરી રીતે, તીર્થ ને કાઈ પણ પ્રકારને ભંગ થવાને કારણે નહોતે કરાવ્યું, પણ એમના પિતા મહામંત્રી ઉદયનની, ગિરિરાજ ઉપરના લાકડાના દેરાસરના સ્થાને પથ્થરનું દેરાસર કરાવવાની અંતિમ પ્રતિજ્ઞાને પૂરી કરવા માટે જ કરાશે હતું. આ આખા પ્રસંગનાં પગરણ મહામંત્રી ઉદયનની પ્રતિજ્ઞાથી શરૂ થાય છે અને વિક સં. ૧૨૧૧ની સાલમાં થયેલ પાષાણના જિનપ્રાસાદની પ્રતિષ્ઠાથી એ પૂરે થાય છે. મહામંત્રી ઉદયનની ભાવના અને બાહડ મંત્રીની કાર્યવાહી–એ બેની વચ્ચે એક ત્રીજી વ્યક્તિ પણ એવી છે કે જે આ ધર્મકથા વાંચતાં આપણા હૃદય ઉપર અસર કરી જાય છે. આ ત્રીજી વ્યક્તિ તે, સાધુને વેષ ધારણ કરીને મહામંત્રીની સાધુનાં દર્શન કરવાની અંતિમ ભાવનાને પૂરી કરનાર, એક ભવાયા કામની વ્યક્તિ. આ ત્રણેય વ્યક્તિઓની કામગીરીને એક સળંગ કથારૂપે વાંચીએ તે ધર્મશીલતાથી ઊભરાતી શીલ અને સમર્પણની એક હૃદયસ્પર્શી ધર્મ - કથા વાંચવા મળે છે. મહામંત્રી ઉદયન અને સાધુને વેષ ધારણ કરનાર ભવાયાની કથાનાં બીજ પ્રબંધચિંતામણિ' (પૃ. ૮૭)માં સચવાયેલ છે, જેનું આલેખન આ રીતે થઈ શકે–
ત્યારે ગુજરાત ઉપર મહારાજા કુમારપાળનું શાસન ચાલતું હતું; અને મંત્રીશ્વર ઉદયન મહેતા, પિતાની વૃદ્ધાવસ્થાને કારણે, રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયા હતા. એ અરસામાં, સોરઠમાં, જૂનાગઢ પાસેના એક નાના રાજ્યના સૂસર નામના કેઈ જાગીરદારે, ગૂર્જરપતિની આજ્ઞા માનવાને ઈન્કાર કરીને, પોતાની મરજી મુજબ વર્તન ચલાવવા માંડયું હતું. અણહિલપુર પાટણમાં મહારાજા કુમારપાળની રાજ્યસભામાં આ વાતની ચર્ચા થઈ ત્યારેગુજરાત રાજ્યના યોગક્ષેમની ખાતર–એનું ગૌરવ તથા વર્ચસ્વ ટકાવી રાખવા માટેએ માથાભારે જાગીરદારને દાબી દેવાનું અને જરૂર પડે તે એ માટે એની સામે યુદ્ધે ચડવાનું પણ નકકી કરવામાં આવ્યું. પણ આ યુદ્ધનું સેનાપતિપદ સ્વીકારવા, રખેને આમાં પાછા પડવાને વખત આવે એ આશંકાથી, કોઈ તૈયાર થતું ન લાગ્યું એટલે, છેવટે, રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ ઉદયન મંત્રીએ, દેશભક્તિથી પ્રેરાઈને, એ જવાબદારી સ્વીકારી અને મંગળ મુદ્દ, ચતુરંગી સેના સાથે, એ માટે પ્રયાણ કર્યું.
કૂચ કરતાં કરતાં વચમાં વઢવાણ શહેર આવ્યું. સેનાએ ત્યાં પડાવ કર્યો. સેનાપતિ બનેલ ઉદયન મહેતાએ વિચાર્યું": એક તરફ મારી ઉંમર થઈ છે અને બીજી બાજુ જાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org