SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ : (૧) સવા સામાની (ખરતરવસીની) અથવા 'ચામુખજીની ટૂંક, વિ॰ સ’૦ ૧૬૭૫માં (બીજી ટ્રક; અમદાવાદ). (૨) છીપા વસીની ટૂંક, વિ॰ સં૦ ૧૭૯૧માં (ત્રીજી ટૂંક; ભાવસાર ભાઈ એની). (૩) પ્રેમવસી – પ્રેમચંદ માદીની ટૂંક, વિ॰ સં૰ ૧૮૪૩માં (સાતમી ટૂંક; અમદાવાદ).૨૭ (૪) હેમવસી – હેમાભાઈ શેઠની ટ્રંક, વિ॰ સ૦ ૧૮૮૬માં (છઠ્ઠી ટૂંક) અમદાવાદ). (૫) ઉજમફઈની – નંદીશ્વર દ્વીપની ટ્રક, વિ૦ સ’૦ ૧૮૯૩માં (પાંચમી ટૂંક; અમદાવાદ). (૬) સાકરવસી – સાકરચંદ પ્રેમચંદની ટ્રક, વિ॰ સ’• ૧૮૯૩માં ( ચેાથી ટ્રૅક; અમદાવાદ). (૭) બાલાવસી–ખાલાભાઈની દૂક, વિ॰ સ’૦ ૧૮૯૩માં (આઠમી ટૂંક; ઘોઘા). (૮) માતીશાની દૂક, વિ॰ સ`૦ ૧૮૯૩માં (નવમી ટૂંક; મુખઈ). (૯) નરશી કેશવજીની ટૂંક, વિ॰ સ્૰ ૧૯૨૧માં (પહેલી ટૂંક; મુ`બઈ). ઉપર નાંધેલ નવ ટૂંકીની સ્થાપનાને લગતી માહિતીનું પૃથક્કરણ કરતાં જાણી શકાય છે. કે— ૬૨ (૧) આ નવ ટૂંકામાં સવા સામાની ટૂકની સ્થાપના સૌથી પહેલાં-વિ॰ સ૦ ૧૯૭૫માં –અને નરશી કેશવજીની ટ્રેકની સ્થાપના સૌથી છેલ્લે –વિ॰ સ’૦ ૧૯૨૧માંથઈ હતી. આ રીતે વિસ૰૧૬૭૫ થી ૧૯૨૧ સુધીના ૨૪૬ વર્ષના ગાળામાં નવ ટૂંકાની સ્થાપના થઈ હતી; અને આ બધા સમય દરમિયાન શ્રી શત્રુંજય તીર્થના વહીવટ શરૂઆતમાં અમદાવાદનાં જૈન સઘના અગ્રણીઓ હસ્તક અને પાછળથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક હતા, (ર) આ નવ ટૂકેમાં જૂનામાં જૂની સવા સામાની ફ્રેંક (સ્થાપના વિસ' ૧૬૭૫) સહિત પાંચ ટૂંકો અમદાવાદના શ્રેષ્ઠીએ તથા ઉજમફઈ એ બધાવી હતી. (૩) જે વર્ષામાં (વિ॰ સ′૦ ૧૮૯૩માં) શ્રી મેાતીશા શેઠની ટ્રકની રચના થઈ, એજ વર્ષમાં ચાથી (નં૦:૬), પાંચમી (નં૦ ૫) અને આઠમી (ન′૦ ૭)-એમ એકીસાથે ખીજી ત્રણ ટૂકાની પણ રચના થઈ હતી, એ ખીના પણ ધ્યાન ખેચે એવી છે, ભાતા-તલાટી : ભાતાની શરૂઆત ગિરિરાજ શત્રુજયની યાત્રા કરનાર યાત્રિકોને ભાતા-તલાટીમાં આપવામાં આવતા ભાતા-નાસ્તાની શરૂઆત સવાસેા વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં થઈ હતી, એની ભક્તિભાવને જાગ્રત કરે એવી ધકથા ટૂંકમાં આ પ્રમાણે છે— એક વાર મુનિરાજ શ્રી કલ્યાણવિમળજી મહારાજ યાત્રા કરીને પાછા ફરતા હતા, ત્યારે તલાટીએ ઊતરીને એમણે જોયુ કે, તાપથી તપેલાં અને તરસ્યાં થયેલાં યાત્રિકા ભાતાઘરની નજીકની સતી વાવ પાસેની પરખમાંથી પાણી પીતાં હતાં. આ જોઈ ને એ લાગણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy