________________
શેઠ આ કની પેઢીના ઇતિહાસ વહીવટની સ્થિરતાનુ પરિણામ
ઉપર સૂચવ્યુ' તેમ, શ્રી શત્રુંજય તીર્થના વહીવટ અમદાવાદના જૈન મહાજનેાના હાથમાં આવ્યા પછી તીર્થના વહીવટ અને વિસ્તાર અંગે જે આવકારદાયક સ્થિતિનુ નિર્માણ થયું, તે મુખ્યત્વે નીચે મુજમ ગણાવી શકાય——
૬૦
(૧) વિ૰ સ’૦ ૧૫૮૭માં શ્રેષ્ઠી કર્માશાએ આ તીર્થના સેાળમા ઉદ્ધાર કરાવ્યા તે પછી, તીની સાચવણી અને દેખરેખની એવી સારી વ્યવસ્થા થઈ કે, જેને લીધે, લગભગ સાડા ચારસો વર્ષ જેટલા લાંબે સમય વીતી જવા છતાં, એના ઉદ્ધાર કરાવવાની જરૂર હજી સુધી(વિ૦ સ’૦૨૦૩૬ સુધી) ઊભી નથી થઈ. અલબત્ત, વિ॰ સ’૦ ૧૬૫૦માં, ખંભાતના શ્રી તેજપાલ સેનીએ આ તીમાં કેટલુંક જાદ્ધારનું કામ કરાવ્યુ. હતું,૨૨ પણ એ કામ જીણોદ્ધારની તાત્કાલિક જરૂરિયાત પૂરતુ હાવાથી એની ગણના તીના સ્વતંત્ર ઉદ્ધાર તરીકે કરવામાં નથી આવતી. એટલે આ તીના ઉદ્ધારાની સખ્યાના અંક અત્યાર સુધીમાં ૧૬થી આગળ નથી વધ્યા—શ્રેષ્ઠી કર્માશાના ઉદ્ધાર એ આ તીના છેલ્લા-સાળમા ઉદ્ધાર હતા એ જાણીતુ છે. આ પરિસ્થિતિની સામે બાહુડ મ`ત્રીએ વિ॰ સ૦ ૧૨૧૧ની સાલમાં કરાવેલ ૧૪મા, વિ॰ સ૦ ૧૩૭૧ની સાલમાં પાટણના શ્રેણી સમરાશાહે કરાવેલ ૧૫મા અને વિ॰ સ૦ ૧૫૮૭મા મત્રી કર્માશાએ કરાવેલ ૧૬મા ઉદ્ધાર વચ્ચેના ગાળાની સરખામણી કરવા જેવી છે. વિ॰ સં૦ ૧૨૧૧થી વિ॰ સ૦ ૧૫૮૭ સુધીમાં થયેલ ત્રણ ઉદ્ધારા વચ્ચેના ૩૭૬ વર્ષના ગાળા જોઈ એ તા, દર દોઢસા-ખસેા વર્ષે આ તીથૅના ઉદ્ધાર કરાવીને એમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની નવી પ્રતિમા પધરાવવાની અને ફરી પ્રતિષ્ઠા કરાવવાની જરૂર ઊભી થતી જ રહી છે. પણ છેલ્લાં સાડા ચારસા વર્ષ દરમિયાન આમ કરવાની જરૂર ઊભી નથી થઈ, તેમાં, અમુક પ્રમાણમાં, રાજદ્વારી આક્રમણખારીના અભાવના પણ કાળેા છે; અને વિશેષ ફાળા આ તીર્થની રક્ષા માટે અમદાવાદ શ્રીસ`ઘના મેવડીએ દાખવેલી સતત જાગૃતિ અને ચીવટના છે એમ કહેવુ' જોઈ એ.
(૨) આ તીથૅના વહીવટ અમદાવાદના જૈન આગેવાનના હાથમાં આવ્યા. પછી એમાં એક પ્રકારની સ્થિરતા આવી હતી; સાથે સાથે એમાં તે, જરૂરિયાત પ્રમાણે, એવી રીતે ફેરફાર પણ કરતા રહ્યા હતા કે જેથી નવી પરિસ્થિતિને ખરાખર રીતે ન્યાય આપીને તીના હિતની અને એની પવિત્રતાની પૂરેપૂરી રક્ષા થઈ શકે. અને જ્યારથી આ કાય શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના નામથી ચાલવા લાગ્યુ અને પેઢીનેા કારોબાર વ્યવસ્થિતપણે અને સૌને સંતાષ થાય એ રીતે ચાલતા રહે એ માટે એનુ સ્વતંત્ર બંધારણ ઘડવામાં આવ્યું અને એમાં પણ, સમયે સમયે, જરૂરિયાત પ્રમાણે, ફેરફારા કરવામાં આવ્યા, ત્યારથી તા આ કામ વિશેષ પદ્ધતિસર અને વ્યવસ્થિત રૂપમાં ચાલી રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org