________________
પદ્મપરાગ
પણ વેશ્યાની આશાભરી વાણી રાજાને વિષાદને દૂર ન કરી શકી.
રાજા પ્રસન્નચંદ્રને થયું આ તે મેં બહુ છેટું કામ કર્યું ! મારા ભાઈને મેં પિતા પાસેથી અળગો કર્યો અને મારી પાસે પણ હું એને ન લાવી શક્યો ! મારા એ ભલા-ભેળા ભાઈને મેં ન રહેવા દીધે ઘરનો કે ન રહેવા દીધે ઘાટ; ન રહેવા દીધું ત્યાગી કે ન રહેવા દીધે સંસારી ! કળજુગની વાસનામાત્રથી અળગો એ એ ભદ્રિક જવ ન માલુમ એક ક્યાં ક્યાં આથડશે, અને કેવાં કેવાં કષ્ટ ભોગવશે ! રાજવીનું અંતર પશ્ચાત્તાપની પીડા અનુભવી રહ્યું.
રાજાએ અધિકારીઓને અને કર્મચારીઓને વલકલચીરીની શોધની આજ્ઞા કરી.
કર્મચારીઓ વલ્કલચીરીની શોધમાં લાગી ગયા.
એટલામાં એક કર્મચારીએ એક વેશ્યાને ત્યાં કઈ જંગલી જેવા માણસની સાથે એની પુત્રીના લગ્નને ઉત્સવ ઊજવાયાની વાત કરી.
તરત જ તપાસ કરવામાં આવી. સમાચાર મળ્યા કે એ લગ્ન વલ્કલચીરીનાં જ હતાં.
વેશ્યાસંઘની વડી વેશ્યાની વાત છેવટે સાચી પડી.
પણ રાજા તે વળી વિમાસણમાં પડ્યો ક્યાં તપભૂમિમાં તપશ્ચરણ કરતે મારે ભાઈઅને ક્યાં વેશ્યાકુળની કન્યાને પરણેલે મારે ભાઈ! હવે આનું શું કરવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org