SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપરાગ એક વાર કેઈએ કુંદકને લેક, જીવ, મોક્ષ, મોક્ષના જીવ અને મરણ વિષે પૂછ્યું. પિતાને સર્વ શાસ્ત્રોને પંડિત માનતે કંદઆથી મૂંઝાઈ ગયે; એને સંતોષકારક ઉત્તર એને જડ્યો નહીં. પણ એ સરળ પરિણામી જીવ હતો. એટલે જ્ઞાનીપણના મિથ્યા ગર્વમાં પડ્યા વગર એ પિતાની શંકાનું સમાધાન શોધવા ભગવાન પાસે આવવા નીકળે. ભગવાને એ વાત ગૌતમને કરી અને એને બહુમાનપૂર્વક તેડી લાવવા એની સામે જવા કહ્યું. - પરિવ્રાજક &દક ભગવાન પાસે આવતા હતા ત્યારે ગુરુ ગૌતમ તેમની સામે ગયા અને એમના મનની વાત કહી સંભળાવીને એમને અચરજમાં નાખી દીધા. - છેવટે ભગવાન પાસેથી પોતાની શંકાનું સમાધાન મેળવી &દક ભગવાનના સંઘમાં દાખલ થયા. શ્રમણે પાસકે તે દિવસે, વય અને વેશને ભેદ ભૂલીને, જ્ઞાનીમાત્રનું બહુમાન કરવાને બેધ પામ્યા. ગુરુ ગૌતમે કરેલું પરિવ્રાજકનું બહુમાન સફળ થયું. * ૨૦ ગૌતમ માફી માગે ગુરુ ગૌતમની ભગવાન ઉપરની ભક્તિને કઈ પાર નહીં–જાણે કાયાની છાયા જ જોઈ લ્ય. ભગવાનને પણ ગૌતમ ઉપર ભારે ભાવ. ગૌતમ વારેવારે પ્રશ્નો પૂછડ્યા કરે, અને ભગવાન એના ઉત્તર આપ્યા કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy