SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપાગ ગાવાળ અળદનું મન તે પારખી ગયે, પણ એને ગાયા દેવા માટે ગામમાં પહોંચી જવાની ઉતાવળ હતી, એટલે એનાથી રાકાઈ શકાય એમ ન હતું. ૪ પણ એણે પેાતાનુ કામ પણ ન બગડે અને બળદો પણ રાજી રહે એવા ઉપાય શોધી કાઢયો. એણે ધ્યાનમાં ઊભેલા મહાવીરને કહ્યું : ‘ મુનિ ! હું અમઘડી પાછે આવુ છું. ત્યાં લગી મારા આ બળદો જોતા રહેજો—જોજો, એ કચાંક આધા જતા ન રહે!' ગેાવાળને ઉતાવળ એટલી બધી હતી કે મહાવીરે પેાતાની વાત સાંભળી કે ન સાંભળી અથવા તે એણે ચીંધેલું કામ સ્વીકાયુ" કે નહીં એ જાણવા પણ એ ન થાભ્યા અને ઝડપથી ઊપડી ગયા ગામ તરફ, મહાવીર તેા પૂર્ણ ધ્યાનસ્થ બનીને પેાતાના મનરૂપી અળદને નાથવામાં એવા એકતાન થઈ ગયા હતા કે એમને પેલા ગેાવાળના બળદના કશે ખ્યાલ જ ન હતા; અને અળો તા ચરતા ચરતા દૂર દૂર નીકળી ગયા. પેલી તરફ ગામમાં ગયેલા ગેાવાળને પેાતાના બળદોની બહુ ચિંતા હતી—એના પેટના અને આખા કુટુ અને આધાર એના ઉપર જ હતા જે ! એ તા પેાતાનું કામ પતાવી ઝટપટ સીમમાં પાછે આણ્યે; પણ જુએ છે તેા ત્યાં અળદ ન મળે ! અને મહાવીર તા હય ધ્યાનમાં સ્થિર ખડા હતા. ગેાવાળે બળદ માટે મહાવીરને પૂછ્યું, પણ એ તા હતા મૌની અને ધ્યાની; એમણે કશે જ જવાબ ન આપ્યુંા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy