________________
ન મારે વેર કે દ્વેષ પ્રાર્થના આપ નકારશે નહીં.”
ન માલુમ કુમાર પાર્શ્વના અંતરમાં શી શી લાગણીઓ રમતી હતી. એ લાગણીઓ રાજા અશ્વસેનના અંતરને સ્પશી ગઈ અને એમણે કુમાર પાર્શ્વની માગણીને સ્વીકાર કર્યો.
અને માતા વામાદેવીએ પણ પિતાના આ પનોતા પુત્રની માગણીને હર્ષોથી અભિષેક કર્યો અને અંતરના આશીર્વાદ આપ્યા.
અને વારાણસીની પ્રજાએ એક મંગલ પ્રભાતે જોયું કે કાશીરાજની સેનાએ કલિંગના રાજવી સામે વિજયપ્રસ્થાન કર્યું. અને એ સેનાને મોખરે રાજકુમાર પાશ્વ પિતાના તેજ તેનાર ઉપર આરૂઢ થઈને ચાલી રહ્યો હતે. –જાણે દેવરાજ ઇંદ્ર જ જોઈ લ્યો !
પ્રજાએ એ પ્રસ્થાનને જયનાદોથી વધાવી લીધું.
શ્યામસુંદર દેહ, સહામણું સુખ અને આંખમાંથી જાણે તેજનો અંબાર પ્રગટી રહ્યો છે ! કુમાર પાર્શ્વના યૌવનને થનગનાટ આજે સેનાપતિપદમાં ધન્ય બની ગયે!
સૌ પ્રશંસી રહ્યા : “ધન્ય પાર્શ્વ કુમાર! ધન્ય સેનાના નાયક ! તમારે જય હો! તમારે વિજય હે !”
સેનાના અંતરમાં પણ જાણે ઉત્સાહના દીપ પ્રગટ્યા. સેનાપતિ તો જાણે શૂરાતનના અવતાર બની ગયા. અને કાશીરાજની સેના કલિંગદેશ તરફ અવિરત પ્રવાસ કરીને પિતાને. માર્ગ કાપવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org