________________
૧૫૪
પદ્મપરાગ ચરણે સમર્પણ કરું છું ! એક પાઈ પણુ પાસે રાખું તે મને મારા ઈષ્ટદેવના સમ ! એ સ્વીકારે અને ઇંદ્રોત્સવની આ પુષ્પમાળા આજે મને પહેરાવો !”
મંત્રીશ્વર પળવાર વિમાસી રહ્યાઃ ક્યાં આ માળા માટે લાખ દ્રમ્મના બેલ, અને ક્યાં આ સાવ ગરીબ લાગતા ધમી જનની માગણી !
પણ તરત જ મંત્રીશ્વરે જાણે પોતાના મન સાથે નક્કી કર્યુંઃ લાખે દ્રોની બેલી બેલનારા તે પિતાની પાસે કરેડની મત્તા રાખીને જ અર્પણ કરવા માગતા હતા; એમને માટે તે એ અર્પણ સેપારીના ટુકડા બબર હતું. બીજાનું તે ઠીક પણ મારું પોતાનું અર્પણ પણ એથી વધે એમ ક્યાં હતું? અને આ મહાનુભાવ તે પિતાનું સર્વસ્વ સમર્પણ કરતા હતા ! આવી ભાવનાનાં મૂલ તો અમૂલ લેખાય. અને ભગવાનને તે આવી ભાવનાનાં અર્પણ જ ખપે છે. ધર્મ તે ધનને તોલે નહીં, ભાવનાના તેલે જ તેલાય ! તેથી જ તે ભાવનાને ભવને નાશ કરનારી કહી છે.
અને મંત્રીશ્વરે ગદ્દગદ સ્વરે કહ્યું: “ભાવિક ભાઈ તમારી બેલી સંઘ માન્ય રાખે છે! આગળ આવે, અને ઈંદ્રમહત્સવની આ માળાને સ્વીકાર કરે !” - સૌ સ્તબ્ધ બનીને જોઈ રહ્યા.
ટીલા શ્રાવકે પિતાના જીવન સર્વસ્વ સમા બાર રૂપિયા (કુર્ધક) મંત્રીશ્વરના હાથમાં ધરી દીધા. અને એ હાથ
Jain: Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org