SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ ઃ તાબડતેામ ચૈત્યવાસીએના માણસે પુરોહિત સામેશ્વરને ત્યા પહોંચી ગયા, અને એમને ચેતવી રહ્યા ‘ પુરોહિતજી, આપ તે જાણા જ છે કે ચૈત્યવાસીઓની પૂર્વઅનુમતિ મેળવ્યા વગર કોઈ પણ સુવિહિત શ્રમણને પેાતાને ત્યાં આશ્રય આપવા એ ગુને છે. રાજ્યે અમને આપેલ. આ અમારા અબાધિત અધિકાર છે; અને એનું ઉલ્લંઘન કરવાના કોઈ ને અખત્યાર નથી.’ ઉમ્રતા સામેશ્વરદેવ સ્વસ્થપણે સાંભળી રહ્યા. આવી વાતમાં જીભાજોડીમાં ઊતરવું એમને યેાગ્ય ન લાગ્યું. આવનારાઓએ પેાતાની વાત પૂરી કરતાં કહ્યુંઃ ‘આપ તેા સમજુ અને શાણા છે, એટલે આવા ગુના કરવે આપને ન શેાલે. આપ સત્વર એ શ્રમણેાને આપને ત્યાંથી વિદાય કરી દો ! ' પુરોહિતજીએ ટૂંકો જ જવાબ વાળ્યા ‘આ વાતને ન્યાય રાજ્ય કરશે. તમારે જે કહેવુ હેાય તે રાજદરબારે જઈને નિવેદન કરે.' ચૈત્યવાસીઓને માટે તે આ પ્રાણપ્રશ્ન હતા. જો ઘેડીક પણ ઢીલાશ દેખાડાય તે એનું પિરણામ ભવિષ્યમાં શુંનુ શુ' આવે ! એક છિદ્રમાંથી અનેક છિદ્ર થતાં કેટલી વાર ? અને તે તે પછી પેાતાની બધી સત્તા નામશેષ જ અની જાય ને? એમનું મન અધીર અની ગયું. એમણે તાબડતેમ રાજદરબારે પહોંચીને ફરિયાદ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy