________________
પદ્મપરાગ અને ધ્યેયનિષ્ઠાએ સૌનાં અંતર ઉપર ભારે અસર કરી. સૌનાં હૃદય ખૂબ સંતુષ્ટ થયાં. સૌ અનુપમ આહૂલાદ અનુભવી રહ્યા. બાહ્મણત્વ અને શ્રમણત્વની સરિતાઓને જાણે ત્યાં સુભગ સંગમ થઈ ગયે. આમાં બ્રાહ્મણે ઉદાર કે શ્રમણ ઉદાર, એ કળવું જ મુશ્કેલ બની ગયું. જેના અંતરનાં દ્વાર ઊઘડ્યાં એ સૌ ઉદાર–ભલે પછી એ બ્રાહ્મણ હોય, શ્રમણ હોય કે અન્ય કઈ હોય!
પણ એટલામાં તે ચૈત્યવાસીઓને ખબર પડી ગઈ કે બે સુવિહિત આચાર્યો પાટણમાં આવ્યા છે અને કેઈએ
એમને ઉતારે ન આપે એટલે પુરોહિત સેમેશ્વરદેવે, પિતાની આજ્ઞા કે અનુમતિ મેળવ્યા વગર, એમને પિતાને ત્યાં ઉતારે આપે છે !
એમને થયું કે આ તો અમારા અબાધિત અધિકારમાં હસ્તક્ષેપની વાત ! આ કેવી રીતે ચલાવી લેવાય? અને આમ ચાલવા દેવાય તે તે ડેશી મરે એના ભય કરતાં જમ ઘર દેખી જાય એને ભય એને વધારે લાગે ! આજે આટલી વાત તરફ આંખ આડા કાન કરીએ તે ભવિષ્યમાં એ અનેક દેને ઉત્પન્ન કરે, અને છેવટે અમારી સત્તા જ જોખમમાં મુકાઈ જાય. માટે રેગ અને શત્રુની જેમ આ દોષને પણ ઊગતે જ ડામે સાર!
અને સત્તાના મદ આગળ સાધુતાને વિચાર તે એમના અંતરમાંથી કયારનેય સરી ગયે હતો, એટલે આવું ડગલું ભરતાં અંતર ડંખવાને કે અવિવેકી દેખાવાને તે કેઈ ભય જ ક્યાં હતું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org