SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસંગિક (પહેલી આવૃત્તિનું નિવેદન ) આ પુસ્તકમાં સંગ્રહાયેલી વાર્તાઓ અંગે અહીં કંઈ વિવેચન કરવાની જરૂર નથી લાગતી. વાર્તા પોતે જ પોતાની કથાવસ્તુ, રજૂઆત, વર્ણનશૈલી, ભાષા અને મધુરતા-કિલષ્ટતા દ્વારા વાચકના મન ઉપર પોતાના ગુણ-દેણની કે કલાત્મક્તા કે કલાશૂન્યતાની છાપ પાડે એ જ બરાબર લાગે છે. વળી, અત્યારના યુગે સ્વીકારેલી ટૂંકી વાર્તાની કલાની દૃષ્ટિએ, વાર્તાલેખક હોવાને મારે દાવો પણ નથી, એટલે એ વાતમાં ઊતરવાનું મારા માટે જરૂરી પણ નથી રહેતું. આમ છતાં, જેમાં આધુનિક વાર્તાકલાનું તત્ત્વ ઓછું હોય કે સમૂળગું ન હોય એવી ભાવનાશીલતા, માનવતા કે ઉદારતા-સહયતાનું અથવા ત્યાગ, બલિદાન કે તિતિક્ષાનું દર્શન કરાવતી વાર્તાઓ વાંચનારો એવો પણ એક વાચકવર્ગ છે જ. અને તેથી જ સ્નેહીઓ કે મિત્ર સમા કઈ કઈ સંપાદક બંધુઓની મમતાભરી માગણથી. ક્યારેક ક્યારેક આવી વાર્તાઓ લખવાને વેગ સાંપડી રહ્યો છે. મારા પ્રત્યે આવી મમતા દાખવનાર એ સંપાદકમિત્રોને આ. સ્થાને હૃદયપૂર્વક આભાર માન ઉચિત લાગે છે. પિતાની વાર્તાઓ ગ્રંથસ્થ થઈને પુસ્તકરૂપે પ્રગટ થાય, એવી ઈચ્છા તે સામાન્ય રીતે દરેક વાર્તાલેખકને રહે છે; અને એમાં કરવામાં વાચકે એને કેટલો આદર કરશે એ ચિંતા કે વિચાર ભાગ્યે જ આડે આવે છે–જે કેાઈ એના પ્રકાશક મળી જાય તે. એટલે આ વાર્તાઓ “પદ્મપરાગ' નામે પ્રગટ થાય છે એ મારા માટે. આનંદ અને સંતોષની વાત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy