________________
૧૨૦
પદ્મપરાય
વધારે સ્પષ્ટતાથી સમજાયું.
જે આ કામ ગજવેલ જેવું કઠણ હતું તે એય કાંઈ કાચી માટીના ન હતા. એમના નિશ્ચયમાં અને એમની સંકલ્પશક્તિમાં પણ ગજવેલની કે વજાની તાકાત ભરી હતી. ગમે તેમ થાય, પણ એ પાટણમાંથી પીછેહઠનાં પગલાં ભરવાના ન હતા. કાયાનું ગમે તે થાય, કામ પાર પાડીને ગુરુ આજ્ઞાને ચરિતાર્થ કયે જ છૂટકે હતે.
છેવટે એમને થયું કેઈ સહૃદય વિદ્યાપ્રેમી મળી આવે તે એ આપણી વાત જરૂર સમજી શકશે અને આપણને આશ્રય પણ આપશે.
એટલે એમણે પાટણના પુરોહિત સેમેશ્વરને ત્યાં જવાનો નિશ્ચય કર્યો અને થોડીવારમાં તેઓ એમના પ્રાંગણમાં આવીને ઊભા રહ્યા. પુરોહિત શીલ અને પ્રજ્ઞાના પ્રશંસક હતા.
સેમેશ્વરે જોયું કે મધ્યાહ્નના આકરા તાપમાં બે શ્રમણ પિતાના આંગણે આવીને ખડા છે. નીચે ધરતી તપી રહી છે, ઉપર સૂરજ તપી રહ્યો છે, અને અસહ્ય તાપને કારણે એમની કાયા પણ સંતપ્ત થઈ રહી છે. બન્ને પરસેવાથી રેબઝેબ બની ગયા છે, અને એમના ચહેરા તાંબા જેવા રતુંબડાં બની ગયા છે.
એ ઉદાર બ્રાહ્મણે તરત જ બને શ્રમણને ભાવપૂર્વક આવકાર દીધે, અને એમની પાસેથી બધી વાત જાણીને પિતાને ત્યાં નિરાકુલપણે રહેવાની વિનંતી કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org