SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ હS લોકભાષાનો જય તમારી વાત કરે!” વૃદ્ધવાદીસૂરિએ પિતાની વાત શરૂ કરી. પહેલાં તે એમણે સ્વસ્થ ચિત્ત અને ધીમા અવાજે સંસ્કૃત ભાષામાં પંડિત સિદ્ધસેનની વાતને જવાબ વાળે. એ જવાબમાં પંડિતાઈને ડોળ ઓછો હતો અને સજાવટ વધુ હતી. સિદ્ધસેનને એ જવાબમાં સચ્ચાઈ લાગી, પણ એમને એટલી તે ખાતરી હતી કે છેવટે આ અબૂઝ ગેવાળિયાઓ વૃદ્ધવાદીસૂરિની વાત પણ નહીં સમજે. અને વાણીને વૈભવ તો મારા જેવા બીજા કેની પાસે છે? એટલે ન્યાય મારા લાભમાં જ આવવાને; અને વિજય મારે જ થવાનો! પણ વૃદ્ધવાદીસૂરિ તે ભારે સમય પારખુ અને માણસપારખુ વિદ્વાન હતા. એમણે જોયું કે ગોવાળિયા જેમ પંડિત સિદ્ધસેનની વાત નથી સમજ્યા એમ મારી વાત પણ એમના ગળે નથી ઊતરી. જ્યાં ભાષા જ ન સમજાતી હોય ત્યાં વાત સમજવાની તે આશા જ ક્યાં રખાય? એ તરત જ સમજી ગયા કે અમે બન્ને પંડિતાએ તે આ બધું કેવળ ભેંશ આગળ ભાગવત વાંચવા જેવું કર્યું! આનું પરિણામ કેવળ પાણે વાવવા જેવું જ આવે અને મારે નિમિત્ત ધર્મશાસનને ખોટી હાર ખમવી પડે. પણ હજી બાજી હાથમાંથી ગઈ નથી. અને કઈ પણ રીતે આ પંડિત પુરુષ શિષ્ય તરીકે મળે તે શાસનને ઘણું લાભ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy