________________
શ્રમણ વચ્ચેની સ્નેહભાવના અને ઉદારતા પ્રમાણિત કરતે પ્રસંગ; રાજ્યના ખેડૂતોને કરમુક્તિ અપાવનાર મૂળરાજની કરુણાવૃત્તિને મહિમા; અને ધોળકાનરેશના પ્રસિદ્ધ મહામંત્રી વસ્તુપાલે એક અકિંચનની સર્વસ્વસમર્પણની ભાવનાનું લાખ કમ્મોથી પણ અધિકતર મૂલ્ય લેખ્યું એ ધન્ય ઘટના.
અને છેલ્લી એટલે નવમી કથા જ્ઞાનપંચમીની માહાસ્યકથા છે.
આ કથાઓ ધર્મગ્રન્થગત અથવા ઈતિહાસગત વસ્તુની હકીકતને સ્વીકારીને એને યથાસંભવ રસપ્રદ બનાવનારી સરણિને અનુસરે છે. એમાં પ્રાચીન ઈતિવૃત્તને સ્વીકાર હોવાથી મૌલિક વસ્તુની કટપનાને અવકાશ લેખકને રહેતો નથી; પ્રત્યેક કથાને પરંપરાગત નીતિસંદેશ લગભગ પૂર્વનિશ્ચિત હેઈને ઘટના દ્વારા અમુક જીવનમૂલ્યોની પરીક્ષાને કે નવીન દૃષ્ટિને પ્રસંગ ભાગ્યે જ પ્રાપ્ત થાય. કથાની કલાસિદ્ધિ મૂળ વસ્તુની ક્રમજનામાં, એ વસ્તુને રજૂ કરતી વાણીની વર્ણનશક્તિમાં અને અલંકૃતિમાં રહે છે.
જે ઇચ્છા હોય તે લેખક પૂર્વવૃત્તનું કૈક સંભવાસંભવની દષ્ટિથી, કંક રસિકતાની દષ્ટિથી, કંક અર્વાચીન રુચિને અનુકૂલ થવાની વૃત્તિથી,નવનિર્માણ કરી શકે. પણ જ્યાં યુગયુગથી સ્વીકારાયેલી, પ્રતિષ્ઠા પામેલી, પ્રચલિત બનેલી, જે સમાજના સંસ્કૃતિવિધાનમાં એણે મહત્વનું કાર્ય કર્યું હોય એ સમાજની ધર્મભાવનાને આદર પામેલી ઘટનાઓ હેય, ત્યાં એ ઘટનાને રસિકતાની કે સમયાનુકૂલતાની અપેક્ષાએ ફેરવવામાં, મચડવામાં આવે ત્યાં મૂલગત ઈષ્ટતત્ત્વની સાથે, કવચિત્ એને દબાવીને, કવચિત એને વિકૃત કરીને, અનિષ્ટ અંશ ભળી જવાને સંભવ રહે છે એ આપણે કેટલીક ઇતિહાસાધારે લખાયેલી વાર્તાનવલકથાદિક કૃતિઓમાં જોયું છે. અને એવા ફેરફાર કરવામાં એ પરિવર્તન કરનારની દૃષ્ટિના ઊંડાણને અને વ્યાપને, જ્ઞાન અને સાત્વિક તપને, અને એથી પ્રાપ્ત થતા અધિકારને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org