________________
જૈનધર્મચિંતન રાખવાના–એમ નાનાવિધ પ્રશ્નો પ્રતિદિન ઉપસ્થિત થતા. એમાંથી તે તે કાળે સાધુસંસ્થાએ જે માર્ગ સ્વીકાર્યો છે તેને એકાંત નિવૃતિપરાયણ તેઓ જ કહી શકે, જેઓ જૈન સાધુસંસ્થાનો ઈતિહાસ જાણતા નથી, અગર જેઓએ છેદગ્રન્થ અને એના ટીકાગ્રન્થો જોયા નથી. આમ છતાં એક વસ્તુ સ્વીકારવી જોઈએ કે અંતિમ તાત્પર્ય નિવૃત્તિનું હોઈ, અને જ્યારે પણ શક્ય હોય ત્યારે એ માર્ગે જવાની બળવતી ઈચ્છા રહેતી હોઈ, જૈનધર્મને એકાંત નિવૃત્તિમાગી કહેવો હોય તો કહી શકાય.
નિવૃત્તિનો જે એટલે જ અર્થ લેવામાં આવે કે જીવનપાલન માટે ઉપાર્જનની જંજાળમાં ન પડવું, પણ બીજાએ તૈયાર કરેલ વસ્તુમાંથી ભિક્ષા લઈ જીવનપાલન કરવું તો તે અર્થ ઘણો જ સંકુચિત અર્થ છે, અને એ અર્થમાં જનધર્મને સમગ્રભાવે નિવૃત્તિપરાયણ કહી પણ શકાય, પણ નિવૃત્તિનો એટલે જ અર્થ નથી એ ભૂલવું જોઈએ નહિ.
આમ સમગ્રભાવે વિચારતાં જૈન આચરણના મૂળમાં જ્ઞાનપૂર્વક ક્રિયા, આત્મૌપમ્પદષ્ટિ અને અપ્રમાદ–એ જ મુખ્ય છે. બાકી બંધુ ગૌણ અને આનુષંગિક છે.
-“પ્રબુદ્ધજીવન” ૧૬ જુલાઈ તથા ૧ ઓગસ્ટ, ૧૫૯.
: ૧. જુઓ મેં લખેલ નિશીથચૂર્ણની પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org