________________
જૈન આચારના મૂળ સિદ્ધાંત
૬૫
................................................ સૌથી સરળ માર્ગ એ જણ કે જીવનમાં પ્રવૃત્તિક્ષેત્રને સંકેચ કરે. આ દષ્ટિએ જેન સાધ્વાચારના ઘડતરની પાછળ પ્રવૃત્તિના સંકેચની દષ્ટિ અથવા તો નિવૃત્તિપરાયણ જીવનઘડતરની દૃષ્ટિ પ્રધાન બની જાય એ સ્વાભાવિક છે. અને એ દૃષ્ટિએ જ સમગ્ર સાધ્વાચારનું ઘડતર પ્રારંભિક કાળમાં થયું છે. એની સાક્ષી આચારાંગ જલા આ
જેવા ગ્રંથ આપે છે. પણ અહિંસક જીવનઘડતરની આ એક બાજુ છે, અને સામાન્ય રીતે સૌનું ધ્યાન આ તરફ જ જાય છે અને એને લઈને સામાન્ય ધારણા એવી થઈ ગઈ છે કે જૈનધર્મ નિવૃત્તપરાયણ છે. પણ ખરી રીતે, સમગ્રભાવે જૈનધર્મને વિચાર કરવામાં આવે તે, વસ્તુસ્થિતિ અન્ય પ્રકારની હોવાનું માલૂમ પડશે.
જૈન ઇતિહાસના અન્વેષકને જિનકલ્પ અને સ્થવિરકલ્પને ખ્યાલ હોય જ. એ સાચું છે કે જિનક૯૫માં જીવન એકાંત નિવૃત્તિપરાયણ જ હોય છે. પણ સ્થવિરકલ્પનો સાધ્વાચાર, જીવનમાં પળે પળે પ્રશ્નો ઉપસ્થિત થતાં, ક્રમે કરી જે ઘડાયે છે તે જોતાં એને નિવૃત્તિપરાયણ કહે એ નિવૃત્તિનો અર્થ ન સમજવા જેવું જ બને. એકાકી વિચરનાર જિનકલ્પી તો પોતાના અંતિમ જીવનમાં જ એ કલ્પને
સ્વીકારતા અને મરજીવા થઈને નીકળી પડતા. એમની સાધના એકાંત નિવૃત્તિપરાયણ હતી. એ મરણથી નિર્ભય બની વિચરતા, એટલે સ્વયં •કષ્ટ સહન કરવા તૈયાર જ હતા; પણ બીજાને કષ્ટ આપવા કદાપિ તૈયાર ન થતા. પણ એવા કલ્પને સ્વીકારનાર કેટલા ? એમના કાંઈ સંઘો હતા નહિ અને તેમને પ્રવચનવિસ્તાર કરતાં આત્મવિસ્તારની વધારે ખેવના હતી. એટલે તેઓ મૃત્યુને વરીને પણ નિવૃત્તિપરાયણ જીવન ટકાવી રાખતા.
પણ સ્થવિરક૯૫માં તો સાધકના સંઘ હતા–શ્રમણો અને શ્રમણીઓના. એ સંઘોને લઈને રહેવાના, ખાવા-પીવાના, કપડાંના, વિહારના. ચિકિત્સા તથા સુરક્ષાના, ધર્મના પ્રચારના અને તેને ટકાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org