SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રાજ્ઞાઓને હેતુ . જૈનધર્મ પુરુષપ્રધાન છે. જૈનધર્મના જેટલા પ્રવર્તક થયા તે બધાય મનુષ્ય જ હતા, પણ ભેદ એ જ હતો, કે સાધારણ મનુષ્યોથી તે બધા ઊંચા ઊઠેલ હતા–વીતરાગ હતા. તેમના આદેશ કે ઉપદેશનો સાર એ જ છે કે બધા જીવો જીવવા માગે છે, કોઈ ભરવા માગતું નથી; માટે એવી રીતે જીવવું કે જેથી બીજા જીવને ત્રાસ ન થાય. આ ઉપદેશની આસપાસ જ જૈનધર્મના બધા વિધિ-નિષેધ ગોઠવાયા છે. આચારાંગાદિ શાસ્ત્રોમાં ભગવાનનો ઉપદેશ એકત્ર કરવામાં આવ્યો છે અને આચારાંગ, દશવૈકાલિક, છેદશાસ્ત્રો એ બધા ગ્રંથમાં ક્રમે કરી અપવાદો વધ્યા જ છે, ઘટયા નથી. વિધિનિષેધોમાં પણ ઘટાડો વધારો થયો છે. એ બધું ગમે તેટલું પરિવર્તન થયું હોય છતાં એ બધાનો એકમાત્ર ઉદ્દેશ એ જ છે કે મનુષ્ય એવી રીતે જીવવું, જેથી આત્મહિત તો થાય પણ પરનું અહિત ન થાય; એટલું જ નહીં, પણ આત્મહિતની સાથે સાથે પરહિત પણ થતું રહે. જૈનધર્મનાં શાસ્ત્રોનો ઉદ્દેશ પણ એક જ છે. આદેશે એ મુખ્ય નથી, પણ સાધકનું જીવન મુખ્ય છે. એ જીવનને અનુકૂળ આવે તે આદેશનું જ અનુસરણ કરવાનું છે અને જે આત્મહિતથી પ્રતિકૂળ હોય તે ગમે તે શાસ્ત્રમાં લખ્યું હોય પણ સાધક તેનું અનુસરણ નહિ કરે. ઘણીવાર આપણે ઉપદેશકેના મોઢે “TIU ઘર ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy