SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ જૈનધમ યિ તન પ્રયત્નનું ફળ છે. જીવતા પુરુષાર્થ જ જેમ તેને કસાથે સંબદ કરે છે, તેમ તેને જ પુરુષાય તેને કમથી વિયુકત પણ કરે છે. આ પ્રકારે ધામિર્માંક ઇતિહાસમાં જ્યાં સુધી આપણી નજર પહેાંચે છે ત્યાં સુધી જોતાં આપણે કહી શકીએ છીએ કે ભગવાન મહાવીર એ પ્રથમ વ્યક્તિ છે, જેમણે મનુષ્યને નિયતિવાદના ચક્રમાંથી અચાવી તેના પેાતાના પુરુષાથ ઉપર ભરેાંસે રાખતા કર્યાં છે. આ કંઈ નાનીસૂની વાત નથી. બધું જ જો નિયત હાય અને એ નિયતિમાં જ નિષ્ઠા હાય તેા પછી સાધના જેવું કશું જ જીવનમાં રહેતું નથી. પણ, આથી વિરુદ્ધ, તે આપણે આપણા પેાતાના પુરુષા માં માનતા થઈ એ તેા, ધાર્યાં મુજબ સફળતા મળે કે ન મળે તેાપણુ, સફળતા માટેને સતત પ્રયત્ન કરવાનું આપણું બળ અને એ બળતા ઝરે। સુકાઈ જતા નથી, જીવનમાં નિરાશાને સ્થાન મળતું નથી, નિરંતર ઉત્સાહ એ જીવનનું અંગ બની જાય છે. ભગવાન મહાવીરના નિયતિવાદના ચક્રમાંથી સ થા છૂટવાને પ્રયત્ન છતાં અને તેમની નિયતિવાદને બદલે પુરુષાવાદમાં નિષ્ઠા છતાં, આજે આપણને જૈન શાસન જે રૂપે ઉપલબ્ધ છે એ મૂળમાં જો મહાવીરના ઉપદેશે! ઉપર જ આધારિત છે એમ માનવાના આપણા આગ્રહ હોય તે, આપણે માનવું જોઈએ કે ભગવાન મહાવીર પણ એ નિયતિવાદથી સર્વથા છૂટી શકયા નથી; અથવા, અનેકાંતની ભાષામાં કહેવું હોય તે, એમ કહી શકાય કે કેટલીક બાબતેામાં તેમણે નિયતિવાદ સ્વીકાર્યાં અને કેટલીક બાબતમાં તેમણે પુરુષાવાદને મહત્ત્વ આપ્યું. જીવના એ ભેદો ‘ ભવ્ય ' અને અભવ્ય ’ ને નિયતિવાદના સ્વીકારમાં મૂકી શકાય. પણ ભવ્ય જીવ જે પુરુષાર્થ કરી છુટકારા પ્રાપ્ત કરે છે તે પુરુષાવાદના સ્વીકારનું દૃષ્ટાંત છે. ભવ્ય જ મેક્ષને અધિકારી છે અને અભવ્ય નહિ જ—આ નિતિવાદ છે. પણ ભવ્ય જો યાગ્ય પુરુષા કરે તે! જ મુક્તિ પાપ્ત કરે છે, અન્યથા નહિ— આ પુરુષાર્થવાદ છે. વળી, શાસ્ત્રોમાં ભગવાન મહાવીરની સજ્ઞતાના , 4 Jain Education International For Private & Personal Use Only " www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy