________________
જૈનધર્મ હતે, એટલું જ નહિ પણએ કર્મના બળને ઘટાડી આત્મબળ કેમ વધારવું એની પ્રક્રિયા પણ શોધવી જરૂરી હતી. જૈનધર્મો એ ખુલાસો અને એ પ્રક્રિયાની શેર્ધ કર્યા જ છે; અને એમાં જ જૈનધર્મનું સ્વરૂપ સંનિહિત છે.
ના પ્રકાર અને સાધનાનો માર્ગ - સંસારના કોઈ પણ ધર્મનું ધ્યેય જીવને તેની વિદ્યમાન સ્થિતિમાં અસંતોષ જન્માવી ઉન્નતિને માર્ગે લઈ જવાનું છે. જૈનધમે ઉન્નતિની પરાકાષ્ઠા સિદ્ધાવસ્થામાં માની છે. એટલે જીના સંસારી અને સિદ્ધ એમ બે પ્રકાર સ્વતઃ ફલિત થાય છે. કર્મોના બંધનથી બદ્ધ એ સંસારી છે અને કર્મોના બંધનથી મુક્ત એ સિદ્ધ છે. સંસારી જવામાં પણ એવા કેટલાક છે, જે સતત ઉન્નતિના માર્ગે આગળ વધી રહ્યા છે, જ્યારે એવા પણ કેટલાક છે, જે અવનતિને ભાગે જઈ રહ્યા છે. આમ સંસારી જીમાં મૂઢ અને અમૂઢ એવા બે ભેદ અથવા તો સંસારાભિનંદી અને સાધક એવા ભેદ કલ્પી શકાય છે. ધર્મનું કાર્ય સંસારાભિનંદીને સાધક બનાવવાનું છે અને સાધકને સાધનાનો માર્ગ ચીંધવાનું છે. એટલે સર્વપ્રથમ સર્વ ધર્મના મૂળમાં વિવેક અથવા સમ્યગ્દષ્ટિને સ્થાન મળ્યું છે. વિવેકનો અર્થ થાય છે પૃથકકરણ. જૈનધમે સ્પષ્ટ કર્યું છે કે આત્મા અને અનાત્મા–કર્મનો ભેદ સમજવામાં આવે તો જીવની મૂઢ દશા નિરસ્ત થાય છે. જીવ અને કર્મનું સ્વરૂપ એક નથી–જીવ ચેતન છે અને કર્મ અચેતન છે– છતાં બન્ને એકમેકમાં એવાં ઓતપ્રોત છે કે જીવને એ ભાન નથી કે પોતાનું ખરું સ્વરૂપ શું છે ? એટલે માર્ગદર્શકનું પ્રથમ કાર્ય એ છે કે જીવને પિતાના સ્વરૂપની પ્રતીતિ કરાવી આપવી. ખાવી પ્રતીતિ થાય એટલે વિવેક દષ્ટિ જાગે. એ વિવેક જાગે એટલે જીવ કર્મ અને કર્મના વિપાકને કારણે થતી અવસ્થાઓને પિતાની માનતા અચકાય. આવો આંચકો લાગે એટલે આત્મા અને શરીર, જે કમજન્ય છે, તે બન્નેને ભેદ એ સમજી જાય અને એ સમજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org