________________
અનેકાંતવાદ
૧૮૯
એ સાચું જ છે કે વિવાદ શબ્દવ્યવહારને કારણે જ થાય છે. અને ઉત્કૃષ્ટ ધ્યાનની ભૂમિકામાં જ્યાં વિતક કે વિચારને અવકાશનથી અને વળી જ્યાં ધ્યાનના વિષયભૂત એકમાત્ર આત્મતત્ત્વ કેએવા જ કેાઈ ધ્યેયપદાર્થનું સાક્ષાત્કરણ છે, ત્યાં અખંડ ખેાધ થાય છે અને એવા ખાધતે absolute–નિવિકલ્પ રાખ્તથી વર્ણવવામાં આવે છે. પણ એ જ નિવિકલ્પનું જ્યારે વર્ણન કરવામાં આવે છે ત્યારે વિકલ્પે ઊભા થાય છે. આમ નિવિકલ્પ અને સવિકલ્પને પણ અનેકાંતવાદમાં સ્વીકાર છે જ. બીજા શબ્દોમાં કહીએ તે વસ્તુની વાચ્યતા અને અવાચ્યતા બન્નેનો સ્વીકાર અનેકાંતવાદમાં છે જ. આ રીતે પણ absolute ને અનેકાંતવાદમાં સ્થાન નથી એમ કહેવું તે, મારા નમ્ર મત પ્રમાણે, વિચારણીય ઠરે છે. અનેકાંતમાં absoluteને પણ સ્થાન છે જ, પણ માત્ર absolute તે જ સ્થાન છે, એવું નથી. અનેકાંતવાદના સ્વરૂપને કારણે આમ બને છે. અનેકાંતવાદની એ વિશેષતા છે કે તે ધ્યાનગમ્ય અને ઇન્દ્રિયગમ્ય વસ્તુની સચ્ચાઈ ને નિષેધ કરતે નથી; તેને મતે જેમ નિશ્ચિયનય સાચા છે, તેમ વ્યવહારનય પણ સાચા છે. વસ્તુવ્યવસ્થા કેવળ નિશ્ચયથી કે કેવળ વ્યવહારથી જૈન ઈનમાં નથી બતાવી; તેથી જ આત્માને અરસ, અગન્ધ આદિ વિશેષણાથી નવાજવા સાથે સંસારી આત્મામાં રૂપ, રસ, ગંધ આદિને સ્વીકાર પણ કર્યાં છે. આત્માના મેક્ષ કે આત્માની મુક્તાવસ્થા જેટલી સાચી છે તેટલી જ સાચી તેની સંસારાવસ્થા પણ છે. ભેદ છે તે તે એ કે એક ત્યાજ્ય છે, જ્યારે ખીજી ઉપાદેય છે. પણ આથી બન્નેની સચ્ચાઈમાં ભેદ નથી. અદ્વૈતવેદાંત અને જૈન દર્શનમાં અહીં જ ભેદ પડે છે. અદ્વૈતવેદાંત કહે છે કે જે મુક્તાત્મા-બ્રહ્મ છે તે જ સત્ય છે અને સંસારાવસ્થા મિથ્યા છે, ત્યારે જૈન દર્શન આત્માની મુદ્રાવસ્થાની જેમ જ સંસારી આભાને પણ સત્ય કહેશે. વેદાંત આત્માની ત્રૈકાલિક સત્તાને સત્ય માને છે, પણ આત્માની કાલમર્યાદિત કીધું પણ અવસ્થાને સત્ય માનતું નથી, જ્યારે જૈને ત્રૈકાલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org