________________
૧૮૮
જેનધામચિંતન જ પરિણામ છે.
નિર્વિકલ્પ અને સવિકલ્પ–આપણું રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનની વિશેષતા એ છે કે તેઓ આધુનિક કાળના એક મોટા સમન્વયદશી પુરુષ છે. તેમનાં લખાણમાં, બીજા દાર્શનિકની જેમ, "ધર્મ વિષે કે દર્શન વિષે કદાગ્રહ જવલ્લે જ દેખાય છે. આથી તેઓ પૂર્વ અને પશ્ચિમનાં ધર્મો અને દર્શનોના મહાન સમન્વેતા તરીકે પ્રખ્યાત થયા છે. તેમને અનેકાંતમાં વિરોધ આદિ દોષ ન જણાય તે સ્વભાવિક છે, પણ તેમના ઉપર પણ અદ્વૈત બ્રહ્મનો પ્રભાવ અજબ પડ્યો છે. આથી તેમણે અનેકાંતવાદ વિષે ટીકા કરતાં કહ્યું છે કે
અનેકાંતવાદમાં ગુટિ હોય તો તે એક જ છે અને તે એ કે તેમાં absolute ને (પરમતત્ત્વ-બ્રહ્મ જેવા એકાંત તત્વને) સ્થાન નથી. અહીં બહુ જ નમ્રતાપૂર્વક જણાવવાનું કે અનેકાંતમાં absoluteએકાંતને સ્થાન ન હોય તે અનેકાંતવાદનું દૂષણ નથી પણ ભૂષણ છે. અનેક પ્રકારના absolute ને વિરોધ કરવા માટે જ તો અનેકાંતવાદ (non-absolute)નો જન્મ થયો છે. તો પછી તેમાં તેવા એકાંત તત્ત્વને પરમતત્વ રૂપે સ્થાન કેવી રીતે હોઈ શકે ? તેમને મતે તે પરમતત્વ absolute જે કાંઈ હોય તે non-absolute - અનેકાંતાત્મક જ હોઈ શકે. વળી તેવા absolute ને અનેકાંતમાં અવકાશ જ નથી એમ પણ કહી શકાય તેમ છે નહિ; કારણ કે, પહેલાં જણાવી ગયા તેમ, અદ્વૈત વેદાંતસંમત બ્રહ્મની કલ્પનાનેabsolute ને જેનોએ પોતાના સંગ્રહનયમાં આંશિક સત્ય તરીકે સ્થાન આપ્યું જ છે. અનેકાંતવાદ આવા અનેક પ્રકારના કપિત absolute માંથી જ ઊભો થાય છે અને તેમને તેમનું સ્થાન સંપૂર્ણ સત્યમાં ક્યાં છે તે નિશ્ચિત કરી આપે છે. આવા અનેક absolute નો સમન્વય જે કરવામાં ન આવે તો અનેકાંતવાદનું ઉત્થાન પણ ન થઈ શકે. આ પ્રમાણે ડૉ. રાધાકૃષ્ણનને આક્ષેપ પણ તેમના બ્રહ્મ વિશેના પક્ષપાતને લઈને જ છે એમ માન્યા વિના છૂટકે નથી.*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org