________________
૧૧
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર
જીવનકથાના ત્રણ સ્તરે • ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરનાં જીવનચરિતોને વિચાર કરીએ તો જણાશે કે તે અનેક સ્તરોમાંથી પસાર થયાં છે. જૈનેમાં સૂત્રાગમ અને બૌદ્ધોમાં પિટક–આ પ્રાચીન શાસ્ત્રોમાં બંનેની કથાને ઝોક એક છે, તે જૈન ટીકાગ્રંથ અને ચરિતગ્રંથો અને બૌદ્ધોમાં અઢકથા અને મહાયાની બુદ્ધચરિતોમાં કથાને વળાંક જરા જુદો જ છે. અહીં એ વિષે જરા વિસ્તારથી વિચાર કરીએ.
પ્રથમ સ્તર જૈન આગમ સૂત્ર અને પિટક્યાં બંને મહાપુરુષનું જે જીવન ફુટ થાય છે તે એ છે કે એક માનવે કરેલ આધ્યાત્મિક વિકાસ, યાતનાઓમાંથી પસાર થયા પછી, તેની ચરમ સીમાએ કેવી રીતે પહેચે છે. તેમાં માનવમાંથી અતિમાનવનું સર્જન કેવી રીતે થયું તે સામાન્ય માનવી પણ સમજી શકે છે, અને સહેજે પ્રેરણું પણ મેળવી શકે છે.
પરંતુ સુબદ્ધ સંપ્રદાયના નાયક તરીકે સ્વીકારાઈ ગયા પછી બંને મહાપુરૂનાં જીવનચરિતની કથા તે પછીના કાળમાં જરા બદલાઈ જાય છે. મૂળ સૂત્ર અને પિટકમાં જે વર્ણન છે તે સમકાલીન ગણી શકાય તેવું છે અને એમ સહેજે કહી શકાય કે તેમાં કવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org