________________
.........................
ભગવાન મહાવીર
૧૩૫ દિવો વચ્ચે સીધો સંબંધ સ્થાપિત થઈ શકતો ન હતો. પુરોહિત એક સહાયક રૂપે વચ્ચે પડતા હતા તે તેમાં કાંઈ વાંધો ન હતો, પણ તેમણે તો પોતાના સ્થિર સ્વાર્થોની રક્ષા માટે પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાનેમાં પિતાની મધ્યસ્થતા અનિવાર્ય કરી દીધી હતી. એક બાજુ બ્રાહ્મણ પુરોહિતોએ ધાર્મિક અનુષ્ઠાનમાં એવી જટિલતા પેદા કરી દીધી હતી કે જેથી તેમના વિના કામ જ ચાલી ન શકે, અને બીજી બાજુ તેમણે પિતાના સ્વાર્થની સિદ્ધિ માટે અનુદાન–વિધિવિધાનો વિપુલ સાધનસામગ્રીથી સંપન્ન થાય એવાં બનાવી દીધાં હતાં કે જેને પરિણામે તેમને પુષ્કળ અર્થપ્રાપ્તિ પણ થઈ જાય. આવાં અનુષ્ઠાનોને બ્રાહ્મણ જાતિ સિવાય બીજા કેઈ સંપન્ન કરાવી શકતા ન હતા. આ કારણે બ્રાહ્મણોમાં જાતિઅભિમાનની માત્રા પણ ઘણી વધી જવા પામી હતી. માનવજાતિની સમાનતા અને એકતાના સ્થાને ઊંચનીચ –ભાવનાને આધારે જાતિવાદનું ભૂત ઊભું કરી સમાજના એક અંગ–શકને ધાર્મિક આદિ બધા લાભોથી વંચિત કરી દેવામાં આવ્યો હતો !
ઉચ્ચ કહેવાતી જાતિએ પિતાના ગૌર વર્ણની રક્ષા માટે સ્ત્રીઓની સ્વતંત્રતા ઝૂંટવી લીધી હતી. સ્ત્રીઓને તે વખતે ધાર્મિક અનુષ્ઠાનનું સ્વાતંત્ર્ય ન હતું. તેમને તે માત્ર પોતાના પતિદેવની સહચારિણી રૂપે રહેવા પૂરતું જ ધાર્મિક ક્ષેત્રમાં સ્થાન હતું.
ગણરાજ્યના સ્થાને વ્યક્તિગત સ્વાર્થોએ વૈયક્તિક રાજ્ય સ્થાપવાનું કામ શરૂ કરી દીધું હતું અને એ કારણે રાજયમાં પરસ્પર શંકાનું વાતાવરણ ફેલાયેલું હતું.
ધર્મક્રાંતિ તે વખતે ધર્મ કે ધાર્મિક અનુષ્ઠાનનો અર્થ એટલો જ થતો હતો કે સંસારમાં જેટલું અને જેવું સુખ મળે છે, તેથી અધિક સુખ આ લેકમાં કે મૃત્યુ બાદ પરલોકમાં પ્રાપ્ત થાય. ધાર્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org