SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર જૈનધર્મચિંતન - જે પ્રભુ પોતે કંઈ કરતા ન હોય, કશું આપતા પણ ન હોય, તે પછી જૈન આચાર્યોએ એમની પાસે પિતાને ઉદ્ધાર કરવાની અને પિતાને મોક્ષપદ આપવાની જે વિનતિ કરી છે, એનું સ્પષ્ટીકરણ શું હોઈ શકે? આ પ્રશ્નનો ઉત્તર પણ શ્રી દેવચંદજીએ આપે છેઃ - બધાં કાર્યો પિતાના કર્તા અને કારણ-સામગ્રીથી ઉત્પન્ન થાય છે. મુક્તિરૂપી કાર્યને માટે આત્મા કર્યા છે, અરિહંત ભગવાન નિમિત્ત-કારણ છે. ભગવાનરૂપી નિમિત્તને પામ્યા છતાં પણ જે આત્મા પ્રયત્નશીલ ન થાય તે મુક્તિ મળતી નથી. તેથી મુખ્ય કતૃત્વ પોતાના આત્માનું જ હોવા છતાં મુક્તિરૂપી કાર્યમાં ભગવાન પુષ્ટ આલંબન હોવાથી, ઉપચારથી, ભગવાનને કર્તા માનીને એમને ઉદ્ધારક, તારણહાર, મોક્ષદાતા વગેરે કહેવામાં આવે છે. ભગવાનને નિમિત્ત-કારણ કહેવામાં આવેલ છે તે પણ એ દૃષ્ટિએ કે એમના સ્વરૂપનું જ્ઞાન જીવને પિતાના પરમાત્મભાવના જ્ઞાનમાં સહાયક બને છે. તેથી જ ઉપચારથી ભગવાનને નિયમક, વૈદ્ય, ગોપ, આધાર, ધર્મદાતાર–એવા શબ્દોથી સંબોધવામાં આવે છે. મૂળ હિંદી ઉપરથી અનુવાદિત ] “જનવાણું”, એપ્રિલ, ૧૯૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy