SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાગ અને જૈન દર્શન ૧૩૧ એમના ગુણોની ભિક્ષા નથી માંગતો, પરંતુ ભગવાનના વિશુદ્ધ ગુણો પ્રત્યે અનુરાગ દાખવીને પિતામાં રહેલા એવા જ ગુણને પ્રગટ કરવા ઈચછે છે. આ વિલક્ષણતાઓને લીધે સવાલ એ થાય છે કે આવી પ્રીતિ કેવી રીતે કરી શકાય ? આનો જવાબ દેવચંદ્રજીએ એ આપે છે કે બાહ્ય અનંત પદાર્થોમાંથી પ્રીતિને પાછી ખેંચી લેવાથી જ વીતરાગની સાથે પ્રીતિ થઈ જાય છે; અર્થાત ત્યારે વીતરાગતાના ગુણ દ્વારા બન્ને સમાન કક્ષામાં આવી જાય છે. આ રીતે-“પ્રભુજીને અવલંબતાં નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાસ”—પ્રભુને પ્રીતિનું આલંબન બનાવવાથી ભક્ત પિતે પ્રભુ બની જાય છે. તીર્થંકરની ભક્તિને આ દૃષ્ટિએ એ જ અર્થ સમજવો કે એમની આજ્ઞાનું પાલન કરવું—“૩ાાવારી મો”—અર્થાત તીર્થકરે જે જે વિધિ-નિષેધો બતાવ્યા હોય એ મુજબ આચરણ કરવું એ તીર્થકરની ભક્તિ છે. તીર્થકરની આજ્ઞા એ એમનો હુકમ નહીં, પણ તેઓએ પોતે જે માર્ગનું અનુસરણ કરીને પોતાની ઉન્નતિ સાધી છે, તે જ માર્ગને એમણે ખપી જીવોને માટે જે ઉપદેશ આપે છે, એ જ આજ્ઞાને નામે ઓળખાય છે. ભક્તિથી કાર્યસિદ્ધિ કેવી રીતે થાય છે, એ વાત અધ્યાત્મચોગી દેવચંદ્રજીએ એક દષ્ટાન્ત દ્વારા સમજાવી છે. એમણે કહ્યું છે કે ભક્તને માટે પ્રભુ તો કશો જ પ્રયત્ન નથી કરતા, પરંતુ બકરાંઓનાં ટેળામાં જઈ પડેલો સિંહ જેવી રીતે સિંહને દર્શનથી પોતાના સિંહપણને ઓળખી લે છે, એવી જ રીતે ભક્ત પણ પ્રભુના સ્વરૂપના દર્શનથી પોતાની પ્રભુતાને પિછાની લે છે – “અરવુwાત જ દે ફેનિક પર હિદ નિષ્ઠા तिम प्रभुभक्तें भवि लहे रे आतमशक्ति संभाल॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy