________________
૧૨૭
ભક્તિમાર્ગ અને જેને દર્શન પતે જ એમને ઉદ્ધાર કરી દે છે.
આથી ઊલટું, જેનોએ પહેલા માર્ગને જ અપનાવ્યો છે. જૈન આચાર્યોએ પણ તીર્થંકરના શરણે જવાની વાત તો કરી છે; પણું તીર્થંકરના શરણનો અર્થ કેવળ તીર્થકર ઉપરની આસ્થા કે એમની
ઐકાંતિક ભક્તિ, એવો નથી; કારણ કે ખુદ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમની આવી આસ્થા અને ભક્તિ જ તેમની મુક્તિમાં બાધક બની હતી. જ્યારે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું ત્યારે ગૌતમની આંખ ખૂલી ગઈ અને એમણે જોયું કે પિતાને ભગવાન મહાવીર ઉપર અનન્ય ભાવે જે મમત્વ હતું, એ જ પિતાની મુક્તિમાં બાધક બન્યું હતું. ત્યારે એમણે પિતાના આત્માનું જ શરણ સ્વીકાર્યું, અને મુક્ત થઈ ગયા. તેથી તીર્થકરના શરણનો અર્થ એટલે જ છે કે એમણે બતાવેલા માર્ગે અનન્ય નિષ્ઠાપૂર્વક ચાલવું હોય તો પહેલાં એમના ઉપર આસ્થા થવી જરૂરી છે, નહીં તો એમણે પ્રરૂપેલ માર્ગ ઉપર શ્રદ્ધા ટકી રહેશે નહીં. જ્યારે પિતાની મેળે ચાલતાં ચાલતાં કર્મોને બંધ ઢીલ થઈ જાય છે ત્યારે માર્ગ ઉપર ચાલવાની શ્રદ્ધા દઢ થઈ જાય છે. આની પરાકાષ્ટાને લીધે, સ્વાનુભૂતિ થવાથી, પિતે
જ્યારે શુદ્ધ થઈ જાય છે, ત્યારે એ તીર્થકરોની બરાબર તો શું, કયારેક તો એવું પણ બને છે કે, તીર્થકર સંસારમાં વિચરતા રહે અને સાધક એમનાથીય આગળ વધીને, એમની પહેલાં જ, સિદ્ધ -અવસ્થામાં પહોંચી જાય છે.
(૫) ભકિત એ સાધ્ય છે બધાય ભક્તિભાગીઓએ ભક્તિને એક સાધન નહીં પણ સાધ્ય માનેલ છે. અર્થાત ભક્તને મોક્ષનું કામ નથી; એ તો પરાકાષ્ઠાએ પહોંચેલી ભક્તિને માટે જ પ્રયત્નશીલ હોય છે. મોક્ષ, એ તો પરાકાષ્ઠાએ પહેચેલી ભક્તિનું આનુષંગિક ફળ છે, જે ભક્તને મળે છે. પણ એની ઝંખના એ માટે નથી હોતી; એ તો ભક્તિનો જ પરમ ઉત્કર્ષ
વાં
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org