________________
ભક્તિમાગ અને જૈન દર્શન માર્ગનું શું સ્થાન હોઈ શકે, એ સહેલાઈથી સમજી શકાય.
(૧) કેઈકેઈને નાથ નહીં–જીવ પોતે જ પોતાનો નાથ બની શકે છે; બીજે કઈ એને નાથ નથી બની શકતો. એનો અર્થ એ કે સુખ કે દુઃખ, બંધ કે મોક્ષ, એ જીવને પિતાને આધીન છે? એ ચાહે તો બંધમાં રહી શકે છે, અને ચાહે તો એક ક્ષણમાં મુક્ત થઈ શકે છે. બંધનના માર્ગે ચાલવું કે મોક્ષના માર્ગનું અનુસરણ કરવું, એ બીજાને આધીન નહીં પણ પિતાને આધીન છે. જીવની ઈચ્છા વિરુદ્ધ બીજે કેઈ એને બંધનમાં નથી રાખી શકતો, અને મુક્ત પણ નથી કરી શકતો. બીજાનું કામ તો એટલું જ છે કે એ બંધનના કે મોક્ષના માર્ગને પ્રદર્શક થઈ શકે છે; એ માર્ગે ચાલવું કે ન ચાલવું એ જીવના પોતાના હાથની વાત છે. આ દષ્ટિએ કઈ વ્યક્તિ કંઈ કૃપા કરી શકે તો તે માર્ગદર્શન કરાવવા પૂરતી; એથી વિશેષ એ કશું નથી કરી શકતી. મતલબ કે આત્મા પોતે જ પોતાનો મિત્ર કે શત્રુ છે–“પુરતી, તુમેત્ર તુર્દ નિત, વહિયા મિમિતિ (આચારાંગ સૂત્ર, ૧૧૮). બીજાને શત્રુ કે મિત્ર કહેવામાં આવે છે એ ઉપચારથી જ, કારણ કે બીજે તો માત્ર પરિસ્થિતિને સજી શકે છે; એને વશ થવું કે ન થવું એ તો પિતાના હાથની વાત છે. જ્યાં સુધી કઈ ઊભી થયેલ પરિસ્થિતિ સાથે તન્મય નથી થતો ત્યાં સુધી એને સુખ કે દુઃખનો અનુભવ થઈ શકતો નથી. તેથી સુખ કે દુઃખનું કારણ પિતાની પરિણતિ કે તન્મયતા છે. અને તન્મય થવું કે નહીં એ તો પોતાના હાથની વાત છે. તેથી ખરી રીતે આત્મા જ પિતાનો શત્રુ કે મિત્ર છે, બીજું કોઈ નહીં.
(૨) પિતાનાં કર્મને નાશ પોતે જ કર જોઈએ— બધા જીવોમાં સ્વાભાવિક રીતે સામ્ય હોવા છતાં જે વિષમતા દેખાય છે, એનું કારણ તે તે જીવોનાં કર્મ છે. કર્મથી મુક્ત થવાનો પ્રયત્ન એમણે પોતે જ કરવાનું છે. કોઈ ઈશ્વર કે તીર્થકર જીવોનો ઉદ્ધાર નથી કરી સકતા; તેઓ તો ઉદ્ધારનો માર્ગ બતાવી શકે છે, તીર્થની
જ પિતાને કામ ક
રવા હોવા છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org