________________
ભક્તિમાર્ગ અને જૈન દર્શન જૈન દર્શન પ્રમાણે અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વિયે— એ અનંત ચતુષ્ટય બધાય આત્માઓને સામાન્ય ગુણ છે. તેથી જ ઈશ્વર કે પરમાત્મા એ કઈ વિશિષ્ટ જાતિનો આત્મા નથી, પણ જે જે આત્માઓએ પિતાના ઉપર જણાવેલ ચારે ગુણોને આવિર્ભાવ કર્યો છે, એ બધાય આત્માઓ સિદ્ધ, ઈશ્વર કે પરમાત્માના નામથી સંધિવાને યોગ્ય છે. અને જે આત્માઓના આ ચાર ગુણો ઢંકાયેલા છે તે સાધક કે સંસારી કહેવાય છે. આ સાધક આત્માઓ પણ પિતાના પ્રયત્નથી સિદ્ધ, ઈશ્વર કે પરમાત્મા બનવાની યોગ્યતા ધરાવે છે. આ દૃષ્ટિએ વિચાર કરતાં વ્યક્તિગત રીતે અમુક આત્માઓ સાધક ગણાય છે, અને અમુક આત્માઓ સિદ્ધ ગણાય છે, એ ભેદ સ્વાભાવિક નહીં પણ કારણુજન્ય (આત્માની પોતાની સાધનાને લીધે થયેલી છે. સામૂહિક દૃષ્ટિએ સાધક અને સિદ્ધ એવા બે વર્ગો કાયમના હોવા છતાં વ્યક્તિગત દૃષ્ટિએ આ ભેદ કાયમને નથી; જે વ્યક્તિ આ ક્ષણે સાધક-વર્ગમાં હોય તે બીજી જ ક્ષણે સિદ્ધ-વર્ગમાં પણ ભળી જઈ શકે છે. જૈનધર્મને આવો સિદ્ધાંત હોવાના લીધે, એમાં (જૈનધર્મમાં) એનો પોતાનો આગવો સાધનાનો માર્ગ હોય એ જરૂરી. છે. જૈનધર્મના સાધનામાર્ગને સમજવા માટે નીચેની બાબતે હમેશાં ધ્યાનમાં રાખવી જરૂરી છે. એમ થાય તે જ જૈન સાધનામાં ભકિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org