________________
૧૧૧
જૈનધમ ચિંતન
હારુતાને કારણે તેને પ્રચાર બહુ જ ધીમી ગતિએ થયેા છે; એટલું જ નહિ, પણ પ્રજાના બહુ જ થાડા ભાગમાં તેણે ઊંડાં મૂળા નાંખ્યાં છે. જૈનધમ ના ઉદ્ભવ જે ભૂમિમાં થયા ત્યાં આજે તેનું નામનિશાન નથી. અને જ્યાં છે ત્યાં પણ જૈનાચારની ઉત્કટતામાં અનેક રૂપે શિથિલતાએ પ્રવેશ કર્યાં છે—જોકે બાહ્ય ખાખું એવું ને એવું રાખવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. નમ્રતાના આગ્રહી દિગંબરેામાં તૃષ્ણાત્યાગ કરતાં નગ્નતાનું મમત્વ વધી ગયુ છે, તે। શ્વેતામ્બરામાં વસ્ત્ર આદિ સામગ્રીને હારા એટલેા બધા વધી ગયા છે કે તેમને ભગવાન મહાવીરના મૂળ ઉત્કટ કાયક્લેશ સાથે બહુ જ આછે સંબંધ રહ્યો છે. આમ ઉત્કટતાને કારણે આંતર-બાહ્ય જીવનમાં વિષમતાએ પ્રવેશ કર્યાં અને પ્રચારમાં પણ શૈથિલ્ય રહ્યું. પરિણામે એવી ઉત્કટતા ધર્મપ્રચારમાં અત્યંત સહાયક અને છે એમ કહી શકાય નહિ.
બુદ્ધ-મહાવીરની પૃથક્ સાધના અને તેનુ પરિણામ
એક તરફ સ્વયં ભગવાન મહાવીરે ઉત્કટ કાયકલેશ સાથે સમાધિ અને સત્તતાને અબાધિત રીતે સિદ્ધ કરી છે. એવા દાવા છે, તે બીજી તરફ બુદ્ધ કહે છે કે ઉત્કટ તપસ્યાથી પ્રજ્ઞા પ્રાપ્ત થતી નથી. તેમણે પોતે લાંબા કાળ સુધી તપસ્યા કરી તે એટલે સુધી કે શરીરમાં માત્ર હાડકાં જ રહ્યાં અને તે ખડખડ કરવાં લાગ્યાં. અંતે તેમણે અનુભવ્યું કે આવી ઉત્કટ તપસ્યા એ કોઈ પૂર્ણ પ્રજ્ઞાની સાધક નથી, એટલે તેમણે તપસ્યાના માને છેડીને ધ્યાન-સમાધિમાને અપનાવ્યા અને ઇસિદ્ધિ કરી. આ એ મહાપુરુષોના આવા જુદા જુદા અનુભવે તેમના સંધમાં પણ પરંપરાથી પુષ્ટ થયા છે; અને એમ થાય તે સ્વાભાવિક છે. જૈન શાસ્ત્રોમાં તેા ‘ દેહદુ:ખ” મહાકલ” ’ ની ભાવનાને વિસ્તાર જોવામાં આવે છે; જ્યારે બૌદ્ધ શાસ્ત્રમાં ઉત્તરાત્તર દેહદમનની ઉપેક્ષા જોવામાં આવે છે. પરિણામે જૈન સધામાં જે ઉત્તરાત્તર સંપ્રદાયા અને તેના પેટા ભેદ બન્યા, તેના મૂળમાં કાઈ
Jain Education International
For Private & Personal Use Only
છે
www.jainelibrary.org