________________
૧૧૦
જૈનધર્મચિંતન -નો આગ્રહ ભગવાન મહાવીરનો હતો. અને એને જ કારણે અપરિગ્રહ અથવા મમત્વત્યાગની આંતરિક ભાવનાને અનુરૂપ બાહ્ય આચરણની ગોઠવણ કરવામાં અચેલક બનવું, અસ્નાન, મળધારણ આદિ આવશ્યક માન્યું. વસ્ત્ર સ્વીકાર એ સાધકની કમજોરી છે, તે આવશ્યક નથી, એમ તેમણે માન્યું. જોકે પોતાના સંધમાં તેમણે અચેલક અને સચેલક બન્ને પ્રકારના સાધકને સ્થાન આપ્યું, પણ સચેલક માટે પણુ એ આવશ્યક માન્યું કે તે ક્યારેક પણ અચેલક થાય. આથી વિરુદ્ધ, બુદ્ધ તૃષ્ણત્યાગ અને મમત્વના ત્યાગમાં માનવા છતાં તેમણે અચેલક થવું આવશ્યક જણાવ્યું નથી. માનસિક મમત્વત્યાગ હેય તે બાહ્ય વસ્ત્ર હોય કે ન હોય એ ગૌણ વસ્તુ છે. બાહ્ય વસ્ત્ર હોય છતાં આંતરિક મમત્વત્યાગ કે તૃષ્ણત્યાગ સંભવી શકે છે, એમ બુદ્ધ માનતા હોવા જોઈએ; આથી તેમણે ભિક્ષુઓ માટે વસ્ત્રત્યાગ આવશ્યક માન્યો નથી. ઊલટું લોકાચારને અનુસરીને ઘૂંટી સુધી વસ્ત્રાવરણ આવશ્યક માન્યું છે. સારાંશ એ છે કે ચર્ચાપ શુદ્ધ વિરુદ્ધ નાવરણીયં નારનીચે એ માન્યતાને બુદ્ધે પુષ્ટ કરી છે. અને શિષ્ટાચાર અથવા સ્થાપિત કે પ્રચલિત લોકાચારમાં પરિવર્તન કરવું આવશ્યક છે એમ બુદ્ધ માન્યું નથી. નગ્નત્વ, અસ્નાન, મળધારણ જેવી લેકને અરુચિકરી બાબતોનો આગ્રહ તેમણે રાખ્યો નથી; જ્યારે ભગવાન મહાવીરે કાયેત્સર્ગને મમત્વત્યાગનું અનિવાર્ય અંગ માન્યું હોઈ નગ્નતા, અસ્નાન, મળધારણ જેવી સામાન્ય લોકોને અરુચિકર બાબતને પણ સ્વીકાર કર્યો છે. આથી એમ કહી શકાય કે ભગવાન મહાવીરને માર્ગ આંતરિક કષાયોપશમ સાથે સાથે તદનુરૂરૂપ બાહ્ય કાયક્લેશની ઉત્કટ- તાને સ્વીકારે છે, જ્યારે બુદ્ધ કષાયોપશમ સ્વીકારવા છતાં બાહ્યાચારમાં મધ્યમમાર્ગ છે. એટલે તેમણે એક તરફ ચાર્વાક જેવા ભૂત વાદીના આત્યંતિક શારીરિક ભેગવાદને અવગણે, તે બીજી તરફ અત્યંત શરીરકષ્ટને પણ અવગણ્યું, અને આચારમાં મધ્યમમાર્ગ સ્વીકાર્યો. બન્ને સંધમાં આનાં પરિણમે જે આવ્યાં તેને વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org