________________
જૈનધચિ તન
હર
સામાન્ય મનુષ્ય જ જીવનને ઉન્નત બનાવી છેલ્લી હદે પહોંચે એટલે કે વીતરાગ બને ત્યારે તે આદર્શ તરીકે પૂજાય છે. અને એવા વીત: રાગ જ્યારે પ્રજાના કલ્યાણ માટે પ્રયત્ન કરતા હાય છે, ત્યારે પ્રજામાં તીથ"કર કે મુદ્દ બને છે. આમાં ઈશ્વરનું અવતરણ નથી, પણ મનુષ્યનું ઉત્થાન છે. આવા જગતના કલ્યાણ માટે ઉત્થિત મનુષ્યા જ જૈન ધમાં તીર્થંકર તરીકે પૂજાય છે, અને તે તે કાળે જૈનધર્મના · પ્રવર્તક મનાયા છે. તેમની સંખ્યા ૨૪ મનાય છે તે તે આ યુગ પૂરતી. પણ આવી અનેક ચાવીશી થઈ ગઈ અને થશે -આ સાંપ્રદાયિક માન્યતામાં એટલું તેા સત્ય રહેલું જ છે કે જે કોઈ મનુષ્ય સ્વયં ઉન્નત થઈ ખીજાતે ઉન્નતિને રાહે લઈ જઈ શકે તે સૌને તીર્થંકર બનવાના સમાન અધિકાર છે. આથી જ જૈનધર્મનું પ્રચલન કેાઈ એક મહાપુરુષના નામે નથી મનાયુ, પણ તે જિનાના એટલે કે રાગદ્વેષને જીતનારાઓના ધમ મનાયેા છે. બધા વીતરાગે કાંઈ પરકલ્યાણની પ્રવૃત્તિ કરતા નથી, પણ જે કાઈ જન્મ-જન્માન્તરથી જગતકલ્યાણની ભાવનાવાળા થઈ ને કરુણાના અભ્યાસ કરે છે અને પેાતાની સાધનાને જગતના હિતાર્થે વાળે છે તેવા જ સાધકો તીર્થંકરપદને પામે છે. આમ અવતારા અને તીર્થંકરોની ભાવનામાં એક વસ્તુનું સામ્ય તેા છે જ કે સૌના મનમાં ધર્માંદ્ધાર કે ધનું માĆદર્શન આપવાની ભાવના સરખી હેાય છે.
અહિંસામૂલક જૈન આચાર
જૈન આચારના મૂળમાં દ્રવ્ય નહિ પણ ભાવ છે. એટલે કે બ્રાહ્ય આચરણ કરતાં અંતરને ભાવ એ આચારમાં મુખ્ય છે. આથી વૈદિકોમાં પ્રચલિત સ્નાન આદિ બ્રાહ્ય આચારને સાધકના ધાર્મિક વિધિ-વિધાનમાં એછે. અવકાશ છે. બ્ર હૈં આચારનું ત્યાં સુધી જ મહત્ત્વ છે, જ્યાં સુધી તે અંતરના ભાવને ઉત્તરાત્તર નિર્મળ કરવામાં સહાયક હાય. જો આમ ન બનતું હેાય તે પછી બ્રાહ્યાચારને કશે। જ અર્થ રહેતા નથી. સમગ્ર જૈન આચારને ભાર આમ આંતર ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org