________________
હિન્દુધર્મ અને જેનધર્મ
સિદ્ધાંત, ભગવાન મહાવીર અને બુદ્ધ જેવા મનુષ્ય પૂજાવા શરૂ થયા. ત્યાર પછી શરૂ થયો છે. શ્રમણ સંપ્રદાયમાં તીર્થકર એ ક્ષત્રિયો : હતા, તો રામ અને કૃષ્ણ, જે અવતારરૂપે પૂજાયા છે, તે પણ ક્ષત્રિય જ છે. પણ શ્રમણોના તીર્થ કરે અને આ અવતારમાં જે એક ભેદ છે તે એ છે કે અવતારો સ્વયં મુક્ત પુરુષના હોઈ તેમને જીવન નમાં પિતાની ઉન્નતિ માટે કશી જ આધ્યાત્મિક સાધના કરવાની હોતી નથી, આવશ્યક પણ મનાઈ નથી. આવી દેખીતી કેઈ પણ. આધ્યાત્મિક સાધના રામ કે કૃષ્ણના જીવનમાં દેખાતી પણ નથી. હા,. શિવ–શંકરના જીવનમાં દેખાય છે ખરી, પણ શિવ, એ મૂળે વૈદિક દેવ, નથી, પણ વૈદિક બ્રાહ્મણોએ એ પ્રભાવશાળી પૂજાતા દેવને પોતાની દેવશ્રેણીમાં દાખલ કરી દીધા છે. કૃષ્ણ પણ વેદવિરોધી હશે જ, ' કારણ, કૃષ્ણ ઈન્દ્ર, જે વૈદિક દેવોમાં મુખ્ય દેવ છે, તેના ઉપદ્રવથી લેકને . બચાવવા ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. એ ઘટના સૂચવે છે કે કૃષ્ણને અને ઈન્દ્રને વિરોધ હતો. આથી પ્રજામાંથી ઇન્દ્રાદિ વૈદિક દેવોને નિમૂળ: કરવામાં કૃષ્ણ ઠીક ઠીક ભાગ ભજવ્યો હશે. પ્રજાના મેટા ભાગમાં પૂજાતા આવા મનુષ્યોને વૈદિકોએ અવતારવાદની કલ્પના કરી પરમાત્માની શ્રેણીમાં દાખલ કરી દીધા. પરિણામે આમજનતામાં ક્રમે કરી વૈદિક ઇન્દ્રાદિ દેવ પૂજાપાત્ર રહ્યા નહિ. સમાજની નાના પ્રકારની મર્યાદાઓ સુસ્થિર કરવામાં ભગવાન રામને ફાળે જેવો તેવો નથી. અને ખરેખર તેઓ ભગવાન તરીકે પૂજાય તેમાં કશું જ આશ્ચર્ય નથી. આ જ રીતે મહાભારતમાં રાજનીતિમાં કૃષ્ણ જે ભાગ ભજવ્યો, તે તેમને તે કાળના નેતા બનાવવા પૂરતો હતો અને આગળ જઈ તે પણ ભગવાન બની ગયા. તે માટે તેમને કોઈ પણે પ્રકારે સંસાર ત્યાગીને આધ્યાત્મિક સાધના કરવાની આવશ્યકતા હોય એવું તેમના : અનુયાયીઓએ કદી માન્યું નથી. *
આથી વિરુદ્ધ પરિસ્થિતિ શ્રમણના તીર્થકર અને બુદ્ધ વિષે છે. તેઓ કોઈને અવતાર હોય એવી મૂળ ભાવના નથી. પરંતુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org