________________
હિન્દુધર્મ અને જૈનધર્મ માનનારાને તોટો નથી. આમ ઈશ્વર એ કઈ દૂરની સદૈવ પરાક્ષ વસ્તુ ન રહી, પણ આપણું સૌની વચ્ચે જે કોઈ વિભૂતિમતું હોય તે ઈશ્વર જ છે અને તેની ઉપાસના એ પણ ઈશ્વરની જ ઉપાસના છે, આમ મનાવા લાગ્યું, પરિણામે સમાજને સંદેવ ઈશ્વરનું સાંનિધ્ય માણવાને અવસર મળી ગયો.
(૨) જગતની ઈશ્વરમયતા–દાર્શનિક વિચારે ગમે તેવા થયા હોય, પણ ધાર્મિક પુરુષોની તો એવી જ શ્રદ્ધા છે, અને તે શ્રદ્ધા ગીતાથી જ પુષ્ટ થઈ છે કે, વિશ્વમાં જે કાંઈ છે તેમાં કૃષ્ણ–ઈશ્વર–પરમાત્મા સમાવિષ્ટ છે અને તે બધું ઈશ્વરથી જ નિષ્પન્ન છે. આને પરિણામે સાચી શ્રદ્ધાળુ ધાર્મિક જનને રાગ–ષનું કારણું રહેતું નથી અને સમભાવની સાધનામાં તે દત્તચિત્ત રહે છે. એક ભક્તપુરુષને શ્વાન અને ચાંડાલમાં પણ સમભાવ જ હોય છે, ઘણાને અવકાશ રહેતો નથી. પૃસ્યાસ્પૃશ્ય વિચાર, એ સ્માર્તધર્મના અવશેષરૂપે હિંદુસમાજમાં–ખાસ કરી જ્યાં બ્રાહ્મણોનો પ્રભાવ છે ત્યાં જ–-વિશેષ છે, પણ જ્યાં બ્રાહ્મણ-પ્રભાવ ઓછો છે ત્યાં તે પણ મંદ છે. સાર એ છે કે ગીતાને સામ્યોગ એ હિંદુધર્મનું એક મુખ્ય લક્ષણું બની ગયું છે. તે કહેવાતા બધા હિંદુધર્મીઓમાં ન પણ જોવા મળે, પણ રામકૃષ્ણ પરમહંસ જેવા સાચા ભક્તોમાં તો અવશ્ય જોવા મળે જ. . (૩) ભકિતમાર્ગની પ્રતિષ્ઠા—ગીતામાં જ્ઞાન, કર્મ કે ભક્તિ એમાંથી કયા યોગનું પ્રાધાન્ય છે, એ બાબત અંગે વિદ્વાનોમાં ભલે વિવાદ પ્રવર્તતો હોય, પણ જીવનમાં તો તેમાંની જે એક વસ્તુ હિન્દુ“ધર્મમાં પ્રતિષ્ઠિત થઈ છે, તે છે ભક્તિ, એમાં તે કોઈ શક નથી. હિંદુધર્મમાં ધાર્મિક અનુષ્ઠાન તરીકે આજે જે એક માર્ગ પ્રતિષ્ઠત છે તે ભક્તિ જ છે. અને એ ભક્તિમાં જ જ્ઞાન અને કર્મને સમાવેશ થઈ ગયો છે. આ ભક્તિમાર્ગનો ચેપ ભારતવર્ષના બધા ધર્મોને લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org