________________
જૈનધમ ચિંતન
૮૨
લગભગ હજાર વર્ષો સુધી એ ચરુ ઊકળતા રહ્યો અને તેમાંથી જે રસાયન નિષ્પન્ન થયું તેને આપણે આજના હિ ંદુધર્માંનું રસાયન કહી રાકીએ. એ રસાયનની ઝાંખી આપણને ગીતામાં મળે છે. આથી જ હિંદુધર્માંના સ વગેામાં ગીતા એ માન્ય ગ્રન્થ બની ગયેલ છે. હિંદુધના આ રૂપની. વિશેષતા સમન્વયમાં રહેલી છે. આ સમન્વયની સાધના લગભગ હજાર વર્ષ ચાલી છે અને પછી જે નિષ્પત્તિ થઈ તે જ આજને હિંદુધમ છે. આ સમન્વયની સાધનાના કાળ ઈ. સ. ચેાથી-પાંચમી સદી સુધી ચાલ્યો.
(૫) સમન્વય-હિં દુધનું અંતમાં જે સમન્વિત રૂપ ગીતાથી નિષ્પન્ન થયું તે પ્રાય: આજ સુધી જોવા મળે છે. તેમાં ઉતાર-ચડાવ ગમે તેટલા થયા પણ તેની મૂળ ભાવના, જે સમન્વયપ્રધાન હતી, તે ચાલુ જ રહી છે. તેમાં ઉત્તરેત્તર વિકાસ જ થયા છે.
ગીતાને આધારે ઘડાયેલ હિંદુધનાં લક્ષણા
ગીતાના વિચારના પ્રચારથી હિંદુધનું જે રૂપ નિષ્પન્ન થયું અને જે આજે પણ જોવા મળે છે, તેનાં લક્ષણા વિષે હવે વિચાર કરીએ ઃ (૧) કૃષ્ણભક્તિ અને વિભૂતિમત્ તત્ત્વ—હિંદુધર્માંમાં કેન્દ્રસ્થાને કૃષ્ણભક્તિનું જે મહત્ત્વ વધ્યું તે આજે પણ કાયમ છે. મૂળ તા શ્રીકૃષ્ણ, એ યાદવેાના આરાધ્ય હતા, પણ ધીરે ધીરે એમના પ્રભાવ સમગ્ર હિંદુધર્માંમાં વધ્યા. તે એટલે સુધી કે તેમની વૈદિક વિષ્ણુ સાથે એકતા સિદ્ધ થઈ. આથી મનુષ્ય અને વૈદિક દેવાતાનું એકત્વ સધાયું અને એને પરિણામે હિંદુધર્મમાં અવતારવાદનું એક નવું તત્ત્વ ઉમેરાયું. આથી વિભૂતિસ’પન્ન કાઈ પણ મનુષ્ય ઈશ્વરના અવતાર તરીકે પૂજ્યપદને પામી શકે છે, આવી ભવ્ય ભાવના ધામિમાં સ્થિર થઈ. પરિણામે, આપણે જોઈ શકીએ છીએ કે, જે કાઈમાં વિભૂતિનું દર્શન થયું તેવા મધ્યકાળના સંતા ઈશ્વરના અવતાર તરીકે પૂજાયા. આધુનિક કાળે ગાંધીજીને પણ એક અવતારી પુરુષ તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org