SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ સમયદશી આચાર્ય - આ ધર્મ પ્રસંગથી શાસન, આચાર્ય પદવી અને મુનિ શ્રી વલ્લભવિજયજી ત્રણે ગૌરવશાળી બન્યાં. ગુજરાનવાલાને છેલ્લી સલામ! સને ૧૯૪૫ થી ૧૯૪૭ સુધીને અઢી-ત્રણ વર્ષને સમય આપણું દેશમાં ભારે અસ્થિરતા, અરાજકતા અને અસ્તવ્યસ્તતાને સમય હતે. સ્વરાજ્યપ્રાપ્તિની પૂવેના એ સમયમાં દેશ આખે કેમ તેફાનેના દાવાનળમાં સપડાઈ ગયો હત; તેમાંય ઉત્તર ભારતની અને વિશેષ કરીને પંજાબ-સિંધ-સીમાપ્રાન્તની દુર્દશા તે વર્ણવી જાય એવી ન હતી. અને સ્વરાજ્ય આવ્યા પછીની કલેઆમે તે માઝા મૂકી હતી. આ પ્રદેશના વસનારાઓ માટે આ કાળ ખરેખરી કસોટીને હત–લેકાનાં જાન-માલની લેશ પણ સલામતી નહોતી. જેઓનાં જાન-માલ સલામત રહી શક્યાં એ કેવળ અકસ્માતરૂપે કે પિતાનાં પાંદરાં ભાંગ્યનાં બળે અથવા તે ભગવાનની કૃપાના કારણે ! આવા કપરા અને કારમાં સમયમાં પંજાબ જવું અને ત્યાં અઢીત્રણ વર્ષ માટે રહેવું એ આકરી કસોટી કરે એવો પ્રયોગ હતો, પણ શ્રી વિજયવલભસૂરિજી મહારાજને એની વિશેષ ચિંતા ન હતી; આ સમયે એમની ઊંઘ ઉડાડી મૂકે એવી ચિંતા તે એમને એ વાતની હતી, કે આવા ભયંકર સંકટના સમયમાં પંજાબને શાંતિપ્રેમી અને અહિંસાવાદી જૈન સમાજનું શું થશે ? પણ દેશમાં ઠેર ઠેર જાગી ઊઠેલી આ કોમી તંગદિલી અને તોફાનેએ ક્રમે ક્રમે એવું તો ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું કે એનું શમન કરવું કે એને સામનો કરવો એ મોટા મોટા સત્તાધારીઓના હાથની વાત પણ નહોતી રહી-કરાર કાળ પિતે જ જાણે માનવરુધિરથી પિતાનું ખપ્પર ભરવા વધારે ફૂર બન્યો હતો ! આવા દાવાનળની સામે થવાનું સામાન્ય માનવીનું કે ધર્મગુરુનું પણ શું ગજુ ? અને છતાં, પિતાનાં હૃદયબળ, હિંમત અને પુરુષાર્થને બળે પિતાના ચિત્તને સ્વસ્થ રાખીને, સર્વનાશ વેરતા આ હુતાશનમાંથી બની શકે તેટલાને તો અવશ્ય ઉગારી શકાય. આચાર્ય મહારાજે ૭૫ વર્ષની જઈફ ઉંમરે, આવા મતિમૂઢ બનાવી મૂકે અને ભલભલાની હિંમતને ભરખી જાય એવા કારમા સંકટના સમયમાં, સ્વસ્થતાપૂર્વક સંઘરક્ષાનું આવું કામ કરી બતાવ્યું એ બીના એમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy