SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ સમયદશી આચાર્ય પંજાબ સંઘની પ્રતિષ્ઠાને પણ સવાલ છે. એટલે એમાં આળસ કે ઉપેક્ષા ન શોભે, ગુજરાનવાલા જવું જ ઘટે. જેઠ મહિનાનો વખત. ગરમી કહે મારું કામ. અને ગુજરાનવાલા ૪પ૦ માઈલ દૂર. એ કશાથી વિચલિત થયા વિના, સવારના ૨૦ માઈલ અને સાંજના ૧૦ માઈલ, એમ રોજ ૩૦ માઈને ઉગ્ર વિહાર કરી, ગોચરી-પાણી કે થાક-આરામની પરવા ર્યા વગર તેઓ વીસેક દિવસમાં જ ગુજરાનવાલા પહોંચી ગયા. અગ્નિપરીક્ષા સમા આ વિહારમાં તેઓની સાથે તેઓના શિષ્ય મુનિ સેહનવિજયજી હતા. ચાલતાં ચાલતાં પગમાં છાલાં પડી ગયાં અને એમાંથી લેહી નીકળવા લાગ્યું. પણ છેવટે શાસનની રક્ષા માટે સમયસર પહોંચી જવાયું એને તેઓ સંતોષ અને હર્ષ અનુભવી રહ્યા. અને યોગાનુયોગ પણ કે, કે જે કામ માટે તેઓ આટલાં કષ્ટ વેઠી, ઉગ્ર વિહાર કરી, ગુજરાનવાલા પહોંચ્યા, તે કામમાં તો તેઓને પહોંચતાં પહેલાં જ સફળતા મળી ચૂકી હતી અને વિરોધીઓએ ઊભી કરેલી મુસીબતમાં વાદળો વીખરાઈ ગયાં હતાં ! મુનિ વલ્લભવિજયજીની સંયમસાધનાની, તન-મનની તાકાતની અને એમના અંતરમાં સંગ્રહાયેલ બ્રહ્મશક્તિની જાણે કુદરતે કારમી કસોટી કરી. એ કસોટીમાં પાર ઊતરીને મુનિ વલ્લભવિજયજીને આત્મવિશ્વાસ ઔર. વધી ગયે (૧૧) છેલ્લી અવસ્થામાં મુંબઈમાં આચાર્યશ્રીએ જોયું કે, મારાથી તત્કાળ પંજાબ પહોંચી શકાય એમ નથી, અને પંજાબની ધર્મભાવનાની માવજત કરવાની જરૂર છે, એટલે તેઓએ, પોતાની અગવડને વિચાર એક બાજુ મૂકીને, પિતાના પરમ ગુરુભક્ત શિષ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીને પંજાબ જવા આદેશ આપ્યો. આચાર્ય વિજયસમુદ્રસૂરિજી માટે ગુરુવર્યની આ ઉંમરે અને નાદુરસ્ત તબિયતે, ગુરુથી જુદા પડવાનું કામ બહુ વસમું હતું. પણ ગુરઆજ્ઞાનું પાલન તે થવું જ જોઈએ, એમ માની એમણે વિહાર કર્યો. પણ તેઓના વિહાર કર્યા પછી આચાર્ય શ્રીની તબિયત વધારે નાદુરસ્ત થઈ ગઈ એટલે આચાર્યશ્રીએ એમને પાછા બોલાવી લીધા. ગુરૂની શિષ્ય પ્રત્યેની પ્રીતિ, શિષ્યની ગુરુભક્તિ અને બન્નેની પંજાબની સંભાળની ચિંતા જાણે આ પ્રસંગથી ચરિતાર્થ થઈ ! ' આવી આવી અનેક ઘટનાઓ ઉપરાંત પંજાબમાં એકતા અને સંપની ભાવનાને મૂર્ત કરવા માટે, કન્યાવિક્રય જેવી કુરૂઢિઓથી પંજાબના. ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy