________________
સમયદશી આચાર્ય
પષ (૭) પંજાબમાં આ નક્ષત્ર પછી કેરી પાકે છે. એક ભાઈએ પૂછયું : “એ કેરી જૈનોથી ખાઈ શકાય કે નહીં ?” આચાર્યશ્રીએ જવાબ આપેઃ “જે દેશમાં આદ્રની પહેલાં કેરી ચાલુ થઈ જાય છે એ દેશને માટે જ આ પ્રતિબંધ સમજવો; જ્યાં કેરી પાકે છે જ આર્કાની પછી, એને માટે આ નિયમ નથી.”
(૮) વિ. સં. ૨૦૦૮માં થાણામાં આચાર્યશ્રીની નિશ્રામાં ઉપધાન થયાં. એમાં આચાર્યશ્રીએ બે વાત નથી કરીઃ (૧) મોંઘી અને જીવન હિંસાથી બનતી રેશમની માળાના બદલે સૂતરની સસ્તી અને હિંસા વગરની માળાને ઉપયોગ કરવો. (૨) માળની બોલીની રકમ બોલી બોલનારની ઈચ્છા મુજબ સાધારણ ખાતામાં કે દેવદ્રવ્ય ખાતે લઈ જવી. દેવદ્રવ્ય ખાતે રૂા. ૧૫૮૪)ની અને સાધારણ ખાતે રૂા. ૫૩૪૬૭)ની ઊપજ થઈ. સાધારણ ખાતાની રકમને ઉપયોગ થાણામાં ઉપાશ્રય અને હેલ બાંધવામાં કરવામાં આવ્યું. સમયજ્ઞ નેતાની દોરવણી હોય તે જનતા નવી દિશામાં પ્રયાણ કરવા કેવી સજજ થઈ જાય છે તેનો આ એક જવલંત દાખલ છે.
(૮) વિ. સં. ૧૯૬૮માં શ્રી આત્મારામજી મહારાજના સંવાડાના સાધુઓનું સમેલન વડોદરામાં ભરાયું એના મુખ્ય પ્રેરક આચાર્યશ્રી હતા.
(૧૦) તેઓ સ્ત્રીશિક્ષણના પુરસ્કર્તા તે હતા જ. આંતરિક શક્તિ અને વિકાસની દૃષ્ટિએ સ્ત્રી-પુરુષ વચ્ચેની સમાનતાનો સ્વીકાર એ જૈન ધર્મની સમાજને મોટામાં મોટી ભેટ છે. પણ સૈકાઓથી એ ભેટનું મહત્ત્વ જૈન પરંપરામાં વીસરાઈ ગયું હતું. પરિણામે જૈન સંઘના જ અંગભૂત સાધવી-સમુદાયના અધ્યયન-અધ્યાપનની અને ધર્મોપદેશ આપવાની મેકળાશ ઉપર શાસ્ત્ર અને પરંપરાને નામે અનેક અવરોધે મૂકવામાં આવ્યા હતા. સંઘના પ્રત્યેક અંગના સમાન વિકાસના સમર્થક આચાર્યશ્રીને આ મંજૂર ન હતું. અને તેઓએ પિતાની આજ્ઞામાં રહેતા સાધ્વી-સમુદાયને શાસ્ત્રીય અધ્યયન અને શ્રાવક-સમુદાયની સામે તેમ જ જાહેરમાં પણ પ્રવચન આપવાની છૂટ આપી. આનું સુંદર પરિણામ સાધ્વીજી શ્રી મૃગાવતશ્રીજી જેવાં તેજસ્વી, વિદુષી અને નિર્ભય અનેક સાધ્વીઓરૂપે સ્પષ્ટ દેખાય છે.
(૧૧) વિશાળ જનસમૂહને ધર્મવાણીને લાભ આપવા લાઉડસ્પીકરને ઉપયોગ કરવાની આચાર્યશ્રીએ દૂરંદેશીભરી જે હિંમત દાખવી તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org