________________
૫૪
સમયદર્શી આચાર્ય નામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રાખવામાં આવ્યું. એ નામ કેટલું બધું યશસ્વી નીવડ્યું !
(૪) છેક વિ. સં. ૧૯૭૩ની સાલમાં આચાર્યશ્રીના ઉપદેશથી. સૌરાષ્ટ્રમાં વેરાવળ શહેરમાં શ્રી આત્માનંદ જેન સ્ત્રી શિક્ષણશાળા અને શ્રી આત્માનંદ જૈન ઔષધાલયની સ્થાપના થઈ હતી. સમાજસેવાના. આવા પ્રયત્નની પ્રશંસા કરતાં ડો. શેષકરણજી જેને સાચું જ કહ્યું હતું કે “જૈને માટે જે આપ પ્રયત્ન કરે છે એ જ ઉચ્ચ પ્રયાસ છે. બીજા સાધુઓ કરે તે અમારા લોકોની સ્થિતિ બહુ સારી થઈ જાય.. એટલા માટે બધા સાધુઓનાં અંતરમાં આપના જેવી જ ભાવના પ્રગટે એવી મારી હાર્દિક અભિલાષા છે. ”
(૫) વિ. સં. ૧૯૭૪નું ચોમાસું આચાર્યશ્રીએ અમદાવાદમાં ઉજમફઈની ધર્મશાળામાં કર્યું. પર્યુષણ પર્વ નિમિત્ત તપસ્વી મુનિ શ્રી ગુણવિજયજીએ પંદર ઉપવાસ કર્યા. અહીં રિવાજ એવો હતું કે, ઉપાશ્રયમાં આવનારાઓ પાસેથી આઠ આના કે રૂપિયા જેવો ફાળે ભેગું કરીને તપસ્યા નિમિત્તે અઠ્ઠાઈમોત્સવ કરવામાં આવતું. આચાર્યશ્રીને સામાન્ય શ્રાવકો ઉપર આ ભાર લાદવામાં આવે, એ બરાબર ન લાગ્યું. એમણે એમ કરવાની ના કહીં; અને સાથે સાથે કહ્યું કે, “સાધુઓની તપસ્યા નિમિત્તે આ રીતે અઠ્ઠાઈ મહેત્સવ કરવામાં આવે એમ હું નથી ઈચ્છતમહત્સવ કરવો જ હોય તો શેઠિયાઓએ મળીને એના ખર્ચને બંદોબસ્ત કરવા જોઈએ.” છેવટે મહારાજશ્રીના સુખી શ્રાવકોએ એ ઉત્સવની આર્થિક જવાબદારી સહર્ષ ઉપાડી લીધી.
(૬) વિ. સં. ૧૯૭૫માં આચાર્ય શ્રી રાજસ્થાનમાં બેડાથી વીજાપુર જતા હતા. માર્ગમાં ચેર મળ્યા. ચોરોએ બધા સાધુઓ અને શ્રાવકોને લૂંટી લીધા; માત્ર લાજ ઢાંકવા પૂરતો ચેલપદો રહેવા દીધે.. સાથેના વોળાવિયા–સિપાહીના માથે એમણે છરીને ઘા કર્યો. સિપાહી બેહોશ થઈ ગયે. આચાર્યશ્રીનું ધ્યાન એ તરફ ગયું. એમણે વખતને ઓળખી લીધા અને પિતાની તરપર્ણીમાંનું પાણી એના માથા ઉપર છાંટી દીધું. સિપાહી મેતના પંજામાંથી ઊગરી ગયે. ભાનમાં આવીને એણે ગદ્ગદ. કંઠે કહ્યું : “મહારાજ ! આપે મને બચાવી લીધે; નહીં તે અહીં મારું કોણ હતું ?” .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org