________________
સમયદશી આચાય
અને આચય શ્રીએ ડાળીનેા ઉપયાગ કરીને મુંબઈના લત્તે લત્ત ફરવા માંડ્યું, અને પેાતાની ધર્મદેશના હજારો શ્રેતાઓ સુધી સારી રીતે પહેાંચી શકે એ માટે એમણે હિંમત અને દૂરંદેશી દાખવીને લાઉડસ્પીકરના ઉપયોગ કરવા માંડયો. આની શરૂઆત તે કન્ફરન્સના ફાલના અધિવેશનથી જ કરી દીધી હતી.
૪૬
સંઘના કટ્ટર રૂઢિચુસ્ત અને જુનવાણી વ આચાર્યશ્રીના આ નવા પગલાને પચાવી ન શકયો અને એણે આચાર્યશ્રીની સામે વિરોધને વટાળ ખડા કરી દીધા.
અશિષ્ટ અને અશ્લીલ ભાષામાં આક્ષેપોથી ઊભરાતી પત્રિકાએ પ્રગટ કરવી એ જૈન સંધને લાંબા વખતથી સદી ગયેલી કુટેવ છે. જરાક વિરાધ થયા કે વાંકુ પડયુ. કે હેન્ડબિલબાજી જામી પડી જ સમજો ! અને એમાં જે આક્ષેપની સામે પ્રતિઆક્ષેપ થવા લાગે, એટલે તા પછી પૂછ્યું જ શું ? જાણે અશ્લીલ શબ્દો અને હલકા ભાવેાની દુર્ગંધથી આખુ વાતાવરણ ગંધાઈ ઊઠે !
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂ રિજીની સામે પત્રિકાઓ પ્રગટ થવા માંડી. એ વખતે તેની બન્ને આંખાનાં તેજ અંદર સમાઈ ગયાં હતાં. મુંબઈના આંખના નિષ્ણાત ડોકટરોએ મહારાજશ્રીની આંખો તપાસીને અભિપ્રાય આપ્યા કે પરશન કરવાથી આંખાનુ અવરાઈ ગયેલું તેજ ફ્રી પ્રગટ થશે, અને આંખે આપેરેશન કરવાનુ નક્કી થયું.
વિ. સ, ૨૦૦૮ના આસા સુદિ ત્રીજના દિવસે ઑપરેશન કરવાનું હેતુ, આચાર્ય મહારાજ એ વખતે મુંબઈમાં શ્રી ગાડીના ઉપાશ્રયમાં બિરાજતા હતા. સવારના ગાડી પાર્શ્વનાથજીનાં દર્શન કરી ડૉકટરને ત્યાં જવા માટે તે નીચે આવ્યા. એવામાં એક ભાઈએ એમના હાથમાં એક હેન્ડબલ મૂકીને કહ્યું : “સાહેબ, જીએ તેા ખરા, આમાં કેવા કેવા આક્ષેપ કર્યા છે! આના જવાબ આપવા જ જોઈએ ’’.
આચાર્ય મહારાજે જરાય વિચલિત થયા વિના શાંતિથી કહ્યું : “ કાદવની સામે કાદવ ઉછાળવા એ આપણું કામ નહીં. આવી વાતની તે ઉપેક્ષા જ કરવી સારી. તમે બધા શાંત રહેજો અને પત્રિકાળાજીમાં પડશેા નહીં. એ માર્ગ ધર્મને નહી પણ અધર્મના છે. જેને એ માગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org