________________
સમયદ્રશી આચાય
દાદાગુરુના પવિત્ર સાંનિધ્યમાં સાચા ક્ષમાશ્રમણ, સમતાના સાગર, ધીર, ગંભીર, ઉદાર શ્રી કાંતિવિજયજી મહારાજના વિશેષ સંપર્કના લાભ મળ્યા, એની પણ મુનિશ્રીના ચિત્ત ઉપર ઘણી સારી અસર થઈ; અને તેઓ એમના પ્રત્યે વિશેષ આદર-બહુમાન અને આત્મીયતાની લાગણી અનુભવી રહ્યા. જોગાનુજોગ શ્રી કાંતિવિજયજી મહારાજનું વતન પણ વડાદરા છે. એ મુનિવરા વચ્ચેની ધર્મસ્નેહની ગાંઠ વધારે દૃઢ થઈ.
૩૪
આ બધા સમય પૂજાબના જૈન સ`ધના નવસર્જનનું કામ ખૂબ વેગપૂર્વક ચાલતું હતું. આચાર્ય મહારાજ એ માટે રાત-દિવસ પ્રયત્ન કરતા રહેતા હતા. બધા મુનિવરા આચાર્ય દેવની આજ્ઞા પ્રમાણે જુદાં જુદાં સ્થાનામાં રહીને પોતાની સમગ્ર શક્તિ લગાવીને નિષ્ઠાપૂર્વક એ કામને આગળ વધારી રહ્યા હતા. જાણે પ્રતાપ અને પ્રકાશ વેરતા સૂર્યની આસપાસ તેજસ્વી ગ્રહેાનું એક વર્તુળ રચાઈ ગયુ. હતું. મુનિ શ્રી વલ્લભવિજયજીની ઉંમર તા હજી નાની હતી, પણ શકિત, કાર્યસૂઝ અને ભાવનાની સંપત્તિ એમની વર્ધમાન હતી, એટલે એમને પણ આ કાર્યમાં નોંધપાત્ર ફાળા હતા.
વિ. સં. ૧૯૫૦નુ ચામાસુ જીરામાં થયું. ચામાસા પછી શ્રી કાંતિવિજયજી મહારાજ તથા શ્રી વીરવિજયજી મહારાજ પટ્ટીથી વિહાર કરીને આચાર્ય મહારાજને વંદના કરવા જીરા આવ્યા. મુનિ વલ્લભવિજયને આચાર્યશ્રીના પ્રીતિપાત્ર અને વિશ્વાસપાત્ર બનેલા જોઈને તે ખૂબ રાજી થયા. એક દિવસ હસતાં હસતાં આત્મારામજી મહારાજે કાંતિવિજયજી મહારાજને કહ્યું : . જોજો, મેં અહી તૈયાર કરેલ સાધુઓને તમે કયાંક ગુજરાતમાં ઉપાડી જતા ! પંજાબને માટે મેં એમને તૈયાર કર્યા છે, અને પંજાબને એમની પાસેથી ઘણી આશા છે. ’’
બધા ભદ્રપરિણામી અને શાસનની પ્રભાવનામાં જ કૃતાર્થતા અનુભવનારા સતા હતા. અને ગમે ત્યાં રહીને આત્મકલ્યાણ અને ધર્મ પુનરુદ્ધાર કરવાનું જ એમનું જીવનવ્રત હતું. એટલે આવા કાઈ ભય તા હતા જ નહીં; પણ આચાર્ય મહારાજના આ શબ્દામાં એમની પજાબની સંભાળ માટેની ચિંતા અને મુનિ શ્રી વલ્લભવિજયજી વગેરે મુનિવર પ્રત્યેની આશાભરી લાગણીનું પ્રતિબિંબ જેઈ શકાય છે. વિસ, ૧૯૫૧નું ચામાસું અંબાલામાં કર્યુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org