________________
સમયદશી આચાર્ય
૩૩ ખુલાસાથી છેવટે તેઓ દાદાગુરના અંતરની ભાવનાને સમજી ગયા અને પાલીતાણું જવાને વિચાર એમણે પડતો મૂક્યો. પછી તો મુનિશ્રીને પણ લાગ્યું કે સારું થયું કે આ બધાએ મળીને કલ્પવૃક્ષ સમા દાદાગુરુથી દૂર થવાની ભૂલથી મને બચાવી લીધે! કોઈ પણ વિચારને જડતા કે જકપૂર્વક વળગી રહેવાને બદલે સારાસારનો વિવેક કરીને જ એનો અમલ કે ત્યાગ કરવાની મુનિ શ્રી વલ્લભવિજયજીની આવી દીર્ઘદૃષ્ટિ એ પણ એમના ધર્મગુરુપદની સફળતાની એક ચાવી હતી, એમ કહેવું જોઈએ. - ' આ બધી દુવિધામાં વિ. સં. ૧૯૪૮નું ચતુર્માસ એમણે દાદાગુરથી
જ અંબાલામાં કર્યું અને ચોમાસું ઊતરતાં જ તેઓ જલંધરમાં દાદાગુની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. આચાર્ય મહારાજે એમને એવા જ વાત્સલ્યથી આવકાર્યા. મુનિશ્રીનું અંતર દાદાગુરુથી બહુ દૂર જવાના દુઃસ્વપ્ન જેવા દુર્ભાગ્યથી બચી ગયાની સાતા અનુભવી રહ્યું. - પૂજ્ય આત્મારામજી મહારાજની સાધુતા અને વિદત્તાની વિખ્યાતિનો સૂર્ય સેળે કળાએ ખીલી ઊઠયો હતો. જૈનધર્મના એક સમર્થ આચાર્ય તરીકે એમની નામના છેક અમેરિકા સુધી પહોંચી હતી. અમેરિકામાં ચિકાગે શહેરમાં ભરાનાર વિશ્વધર્મ પરિષદમાં જૈનર્મના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું તેઓને આમંત્રણ મળ્યું હતું. જૈનધર્મ, સંઘ અને સંસ્કૃતિને માટે ભારે ગૌરવ લેવા જેવો એ પ્રસંગ હતા. જૈન સાધુ તરીકે આચાર્ય મહારાજ પિતે તે ત્યાં જઈ શકે એમ ન હતા, પણ આવો લાભદાયી અવસર જતે કરવા પણ તેઓ તૈયાર ન હતા. એમણે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને પિતાના પ્રતિનિધિ તરીકે ચિકાગે મોકલ્યા અને એ સ્વનામધન્ય ધર્માત્મા વિદ્વાન પુરુષે અમેરિકામાં તેમ જ બીજા દેશમાં પણ કેવળ જેને સંસ્કૃતિને જ નહીં, સમગ્ર ભારતીય સંસ્કૃતિને ડંકે વગાડશે અને ખૂબ નામના મેળવી. મુનિ શ્રી વલ્લભવિજયજી આ પ્રસંગના સાક્ષી હતા. જ્ઞાનને અને જ્ઞાનીને મહિમા કેટલે મટે છે તે તેઓ આ પ્રસંગ ઉપરથી પણ વિશેષ સમજ્યા, અને દાદાગુરુનો પ્રભાવ વિશેષ સમજતા થયા. તેઓએ વિચાર્યું. આવા શીલ-પ્રજ્ઞાના વારિધિ અને વાત્સલ્યનિધિ પાસેથી તે જ્ઞાન-ક્રિયાનું બળ જેટલું પ્રાપ્ત કરી શકાય એટલું ઓછું. વિ. સં. ૧૯૪૯નું ચાતુર્માસ જંડિયાલાગુમાં કર્યું. ‘૩ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org