SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદર્શ આચાય આપીને દુઃખી કુટુંબને સુખી બનાવીને સમાજઉત્કર્ષનું કેટલું મહત્વનું કાર્ય કર્યું છે તે સુવિદિત છે. વિ. સં. ૧૯૭૩માં આચાર્યશ્રી ફરી મુંબઈ ગયા અને એમાસું ત્યાં રહ્યા તે પણ વિદ્યાલયને વધુ પગભર બનાવવાના હેતુથી જ. એમના આશીર્વાદ અને પ્રયત્નથી વિદ્યાલય કેટલું પાંગર્યું અને એણે કેટલી. પ્રગતિ કરી એની કથા બીજાઓને માટે પ્રેરણારૂપ બની રહે એવી છે. આચાર્ય મહારાજની મુંબઈની છેલી સ્થિરતા દરમ્યાન વિ. સં. ૨૦૦૯માં, વિદ્યાલયના ચાલુ તેમ જ જૂના વિદ્યાર્થીઓ અને શુભેચ્છકેનું એક સમેલન, તા. ૭, ૮, ૯ નવેમ્બર, ૧૯પરના ત્રણ દિવસ સુધી, વિદ્યાલયમાં, તેઓશ્રીના સાંનિધ્યમાં, જવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિદ્યાલયનું મહત્ત્વ વર્ણવતાં આચાર્ય મહારાજે સાચું જ કહ્યું હતું કે– “આ વિદ્યાલય તે જૈન સમાજનું ગૌરવ છે, પ્રગતિની પારાશીશી છે, શ્રમની સિદ્ધિ છે અને આદર્શની ઇમારત છે. શાસનદેવને પ્રાર્થને છે કે એ તમારા મહોત્સવને નિવિદને પૂરે કરે, આ વિદ્યાલય સદા-સર્વદા પ્રગતિશીલ રહે, વિકાસશીલ રહે અને ધર્મ, સમાજ અને દેશની સેવામાં સહાયક થાય. મારા જાણવામાં આવ્યું છે કે આ વિદ્યાલયના સેંકડો વિદ્યાથીઓ દેશમાં જુદાં જુદાં શહેરોમાં પહોંચી ગયા છે, સારી રીતે સુખી છે અને તેઓનાં મનમાં વિદ્યાલયને માટે મમતા છે, કારણ કે વિદ્યાલય એમની જ્ઞાનદાત્રી માતા છે. વિદ્યાલયના વિકાસમાં એના જૂના વિદ્યાથીઓની નાની નાની મદદ પણ મહત્ત્વની છે. વિદ્યાર્થીઓ તે વિદ્યાલયની મોટી મૂડી છે.” વિદ્યાલયે મુંબઈમાં વિદ્યાથી ગૃહ સ્થાપીને પિતાના વિદ્યાવિસ્તારના કાર્યની શરૂઆત કરી હતી. તે પછી ત્રીસ વર્ષ, (સને ૧૯૪૬થી) વટવૃક્ષની જેમ, એને નવી નવી શાખાઓની સ્થાપનારૂપે વિકાસ થવા લાગ્યા. અત્યાર સુધીમાં આ સંસ્થાની પાંચ શાખાઓ આ પ્રમાણે સ્થપાઈ છે : (૧) અમદાવાદ (સને ૧૯૪૬), (૨) પૂના (સને ૧૯૪૭), (૩) આચાર્યશ્રીની જન્મભૂમિ વડેદરા (સને ૧૯૫૪), (૪) વલ્લભવિદ્યાનગર (૧૯૬૭) અને (૫) ભાવનગર (સને ૧૯૭૦). આ ઉપરાંત મુંબઈમાં બીજુ વિદ્યાર્થી ગૃહ બાંધવાની અત્યારે તૈયારી ચાલી રહી છે. વળી વિદ્યાલયે વિદ્યાવિસ્તારની સાથે જૈન આગમ ગ્રંથમાલા જેવી મોટી જના હાથ ધરીને સાહિત્યપ્રકાશનના ક્ષેત્રમાં પણ પોતાને ફાળો આપ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy