________________
ર૭ અછતી વસ્તુ ન નીપજઈ જી,
શશવિષાણુપરિ જોઈ રે. ૩૦. ભવિકા. જો–એહન—દ્રવ્યઃ ગુણઃ પર્યાયનઈ અભેદ નથી, તે-કારણ કાયનઈ પણિ અભેદ ન હોઈ. તિવારઈ-મૃત્તિકાદિક કારણથી ઘટાદિ કાર્ય કિમ નીપજઈ? કારણમાંહિ કાર્યની શકિત હેઈ, તે જ કાર્યનીપજઈ, કારણમાંહિ અછતી કાર્યવસ્તુની પરિણતિ ન નીપજઇ જ, જિમશશવિષાણુ જે–કારણમાંહિં કાર્ય સત્તા, માનિઈ, તિવારઈ–અભેદ સહજિ જ આવ્ય. ૩૨
કારણમાંહિ કાર્ય ઊપના પહિલાઈ જે કાર્યની સત્તા છઈ તે કાર્યદર્શન કાં નથી થતું? ” એ શંકા ઊપરિ કહઈ ઈ–
દ્રવ્યરૂ૫ છતી કાર્યની જી,
તિભાવની રે શક્તિ. આવિર્ભાવાં નીપજઈ જી,
ગુણઃ પર્યાયની વ્યક્તિ રે. ૩૩. ભવિકા .
કાર્ય નથી ઊપનું, તિવારઈ-કારણમાંહિં કાર્યની દ્રવ્યરૂપ– તિભાવની શક્તિ છઈ. તેણઈ કરી છઈ, પરિણ-કાર્ય જણાતું નથી. સામગ્રી મિલઈ, તિવારઈ ગુણઃ પર્યાયની વ્યક્તિથી આવિર્ભાવ થાઈ છઈ, તેણઈ કરી-કાર્ય દિસઈ છઈ. તિભાવઃ આવિર્ભાવ પણિ-દર્શન અદર્શન નિયામક કાર્યના પર્યાય-વિશેષ જ જાણવા. તેણઈ કરી–આવિર્ભાવનઈ સત્ અસઃ વિકલ્પઇ દુષણ ન હેઈ, જે માટઈ-અનુભવનઈ અનુસારઈ પર્યાય કપિઈ ૩૩.
પાઠાત્ર ૧ સત્તા ભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org