________________
૨૫૨
બીજા ધર્મોમાં પણ સત્યના અંશે હોય છે. માટે તેને પણ સાંભળવા જોઇએ.” એ જાતની ગીતા માટે શાસ્ત્રમાં છુટ છે. પણ બાળજી માટે તે “બીજા ધર્મવાળા સાથે પરિચય ન કરે, તેની વાતચીત ન સાંભળવી. તેનો ઉપદેશ ન સાંભળ.” વિગેરે નિષેધને સમ્યક્ત્વ શુદ્ધિ કહેલ છે. એમ કહેવામાં સંકુચિતતા નથી, પણ બાળજીવોનું હિત છે. બાળકો સારાસાર જુદો પાડી શકતા નથી. માટે તેમને ચેતવવામાં આવે છે.
બધા ધર્મોવાળાનું સાંભળવું” એવા ઉપદેશકે હાલમાં બધે ફરે છે. તે મૂળ તો વિશ્વધર્મ પરિષદુનું પ્રચારકાર્ય છે. સર્વનું સાંભળવાની વૃત્તિ સામાન્ય પ્રજામાં ઉત્પન્ન કરવાથી તેની ચુસ્તતા રહેતી નથી, અને એ રીતે ભવિષ્યકાળમાં ખ્રીસ્તી વક્તાઓને સાંભળનારે મેટો શ્રોતાગણ ઉત્પન્ન કરી આપવાની જાહેરાત થાય છે. એ રીતે ભવિષ્યમાં મોટો શ્રોતાગણ મળી ગયા પછી એ લકે એકજ વખતના ઉપદેશથી સંખ્યાબંધ લોકોને ખ્રીસ્તી કરી શકશે.
બીજું, હમણું સો વર્ષ પહેલાં રક્તપીતીઆઓની સેવા કરનાર ખ્રીસ્તી પાદરીના હાડકાં મેટા ઠાઠથી યુરોપની મધ્યમાં થઇને ઇંગ્લંડ લાવવામાં આવ્યાં અને તેને મેટું અસાધારણ માન આપવામાં આવ્યું. આ ઉપરથી, તથા ઈગ્લેડના હાલના બંને રાજાઓએ પણ પોતાની ધર્મ વિશેની પ્રતિજ્ઞા હાલમાં જેવા જોરથી કરી છે, તેવા જોરથી અગાઉ જોવામાં આવેલ નથી. આ બધા ઉપરથી ઈગ્લંડની રાજનીતિ “હવે સીધી રીતે ધર્મ તરફ વળી હોય,” તેમ જોવાય છે.
તીર્થકર પ્રભુ વિગેરે મહા ભાવોના હાડકાંઓ વિગેરેની દે પૂજા કરતા હતા” એમ આપણું શાસ્ત્રમાં આવે છે, તેની આ હરીફાઈ છે. એટલે “ગીની સેવા કરનારાઓ અને એવા લોકસેવાના કામ કરનારા ખરા મહાત્માઓ છે. માટે તેઓ પણ પૂર્વના ભારતીય મહાત્માઓની તુલનાના છે, અથવા તેથી વધારે છે.” એ ભાવ ઉત્પન્ન કરીને કપ્રિય કરવાની યુક્તિ છે. અને બહારથી અમે અમારા ધર્મના મહાત્માઓને સ્વાભાવિક રીતે માન આપીએ છીએ. એ ભાસ પણ ઉત્પન્ન કરી શકાય છે. આમ બેવડી રીતે કામ લેવામાં આવેલું છે.
જે કે-તીર્થંકર પરમાત્માઓ વિગેરે ભાવ વૈદ્ય હતા અને તેઓએ અનેક રીતે જગત કલ્યાણકર આધ્યાત્મિક જીવન બતાવ્યું છે. ત્યારે “ આ જમાનામાં આધ્યાત્મિક જીવન, એ તો નવરાનું જીવન છે. લેકસેવા એજ ધર્મગુરુઓનું ખરું કામ છે,” એ ભાવના ઉત્પન્ન કરવામાં પણ ભારતના ત્યાગી વર્ગની આડકતરી નિંદા જ છે. અને “પરભવ કે પુનર્જન્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org