________________
૨૪૨
૩
એકાન્ત શાસનભકત નરવીરને
યુરાપની પ્રજા પોતાની પ્રગતિ અનેક રીતે કરી રહેલ છે, અને તેને દુનિયાની પ્રગતિ કહી, તેમાં બીજી પ્રજાઓના પણ સહકાર ખેંચી સ્વાર્થસિદ્ધિ કરે છે. યુરેાપ શિવાયના પ્રદેશમાં પણ પોતાના સસ્થાને! સ્થાપ્યા છે, અને જ્યાં સંસ્થાના સ્થાપી શકાયા નથી, ત્યાંની પ્રજા ઉપર રાજા તરીકે સત્તા ધરાવે છે, જ્યાં તેમ પણ બની શકે તેમ નથી, ત્યાં સલાહકાર અને હિતચિ’તક મિત્રા તરીકે રહે છે. અને તેમ પણ જ્યાં ખની શકે તેમ નથી હતું, ત્યાં પરદેશી સનદી વ્યાપારી તરીકે પોતાનું કાર્ય આગળ વધારે છે.
સસ્થાના અથવા તા સંસ્થાનિક સ્વરાજ્ય સ્થાપવા એટલે મૂળ પ્રજા ધીમે ધીમે નાશ પામતી જાય, અને યુરાપીય પ્રજા ત્યાં જેમ જેમ વસતી જાય, તેમ તેમ ત્યાંના વતની થઇ ગયા પછી સંપૂર્ણ રાજ્યતંત્ર પેાતાની પાર્લામેન્ટ દ્વારા ચલાવે, અને માત્ર યુરેાપના મુખ્ય રાષ્ટ્ર સાથે ઉપરી સત્તા તરીકે સંબંધ રાખે. તે પશુ ખાસ મુશ્કેલી વખતે એક બીજાને મદદ કરવા માટે, બાકી જરૂર નહી.
તાબાનું રાજ્ય એટલે : મૂળ પ્રજાનેા નાશ કરી શકાય એવી સ્થિતિમાં એ પ્રજા જ્યાં સુધી ન આવી હોય, ત્યાં સુધી માત્ર તેના ઉપર રાજ્યસત્તા તરીકે દેખરેખ રાખવી, તેના હિત જાળવવા, અને ધીમે ધીમે પેાતાના હિત સિદ્ધ કરવા, અને પ્રજા નબળા પડયા પછી તેને પણ સંસ્થાનિક સ્વરાજ્યના રસ્તા ઉપર મૂકીને યુરાપીય લેાકાથી એ પ્રદેશ વસાવી, પછી તેને સંપૂર્ણ સ્વરાજ્ય અપાય, તેનું નામ સંસ્થાનિક સંપૂર્ણ સ્વરાજ્ય પાડવું.
હિંદુસ્થાન આજ સુધી તાબાનું રાજ્ય હતું, અને છે. ન્યુઝીલાંડ વિગેરે દેશામાં તા સંસ્થાનિક સ્વરાજ્ય સ્થપાઇ ગયા જેવું છે. પરંતુ ભારતને સંપૂર્ણ સંસ્થાનિક સ્વરાજ્યના પાયા ઉપર હવે સરકારે મૂકયું છે, અને તેમાં કાન્ગ્રેસ તથા દેશનાયકાની ધણી મહેનત અને મદદ પણ મળેલ છે.
હિંદની સસ્કારી પ્રજામાં એકદમ સ’સ્થાનિક સ્વરાજ્ય સ્થાપવું મૂશ્કેલ હોવાથી આજ સુધી તેને તાબાનું રાજ્ય ગણવામાં આવેલ છે. હવે તેને સંસ્થાનિક સ્વરાજ્યના માર્ગીમાં મૂકવામાં આવેલ છે. અમારી સમજ પ્રમાણે તાબાની પ્રજા તરીકે રહેવું વધારે સારૂં છે. પરંતુ સંસ્થાનિક સ્વરાજ્ય એટલે —મૂળ પ્રજાના મોટા ભાગને નાશ અને ગારાંગ પ્રજાને વસવાટ અને સત્તાએમ થતાં આ દેશની મૂળ પ્રજાને તે વધારે નુકશાનકારક થાય, એ સ્વાભાવિક છે. પરંતુ સ્વરાજ્યની ધૂનમાં ચડેલામાંના કાઇનેય, મુત્સદ્દીઓએ સ્વરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org