________________
૨૧૦.
રીતે, છ રીતે, સાત રીતે. આઠ રીતે, નવ રીતે, એમ અનેક રીતે જગત સમજાવ્યું છે. અને તે દરેક રીતમાં પરસ્પર એક-બીજી પદ્ધતિને ગૌણમુખ્યભાવ આપે છે. ઉપરાંત, ચૈિતન્ય વિજ્ઞાન, પ્રાણિ વિજ્ઞાન, પરમાણુ વિજ્ઞાન, ભૂતલ, ભૂસ્તર, વિગેરે વિજ્ઞાન, રાજ્યનિતિ, શિલ્પ, તિષ, ગણિત, શબ્દશાસ્ત્ર, ગ, વિગેરે લાખો વિજ્ઞાન બતાવ્યા છે. તેને પરસ્પર સંબંધ બતાવી, જીવનમાં ઉપયોગ, અને તત્ત્વજ્ઞાનમાં સમન્વય બતાવેલ છે. માટે બહુ જ સારી રીતે અભ્યાસ કરનારને આ દર્શન તત્વજ્ઞાન દર્શન જ લાગશે, જ્યારે બીજું કઈ પણ દર્શન જ્ઞાન સંગ્રહ વિજ્ઞાનરૂપ ભાસશે. વેદાત એટલે વેદને સાર, પણ વેદો તત્ત્વજ્ઞાનમય નથી. મીમાંસકે પણ માત્ર “વિચારકે જ છે, અર્થાત સાંગોપાંગ તત્ત્વ પ્રાપ્ત કરી શક્યા નથી.” વિગેરે.
' જેનોના નયે તે તે વિજ્ઞાનના અભિપ્રાય વ્યક્ત કરે છે. અને જેનું પ્રમાણ તત્ત્વજ્ઞાનદષ્ટિને અભિપ્રાય વ્યક્ત કરે છે. બીજાની પ્રમાણ વ્યવસ્થા કરતાં જૈનેની પ્રમાણ વ્યવસ્થા આ રીતે જુદી પડે છે. આ ઉપરથી જોતાં વેદાન્ત દર્શન, ન્યાય દર્શન વિગેરે દર્શન શબ્દો નય દૃષ્ટિથી એકાદ બે કે તેથી વધારે વિજ્ઞાન સૂચવે છે. ત્યારે સ્યાદવાદ શબ્દ તત્વજ્ઞાન સૂચવે છે. સ્યાદવાદ શબ્દનો પ્રયોગ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી છે. અને તે દ્રષ્ટિથી જ પ્રયોગ થઈ શકે, માટે સ્યાદવાદ શબ્દનો પ્રયોગ જ તત્ત્વજ્ઞાનપણું સૂચવે છે.
એ શબ્દ તત્વજ્ઞાનશાસ્ત્રનો પારિભાષિક શબ્દ છે. તત્ત્વજ્ઞાનશાસ્ત્રને જ નો હોઈ શકે. બીજા દર્શને તો એક એક નય રૂપજ છે, એટલે તેમનામાં નય સંબંધિ વિચાર ન હોય, એ સ્વાભાવિક છે. તેઓના પ્રમાણની વ્યાખ્યાઓ પણ એકદેશીય જ હોય છે.
આં ઉપરથી જુદાં જુદાં વિજ્ઞાનના જ્ઞાતાઓ સર્વજ્ઞ ન હોઈ શકે, એ દેખીતું જ છે. અને જ્યાં સુધી જૈનદર્શનને પણ વૈજ્ઞાનિક માનીએ ત્યાં સુધી તેના પ્રતિપાદક સર્વજ્ઞ હેઈ જ શકે, એમ કહેવું વધારે પડતું છે. થીયેરીઓ ( Theory ) 21 allah Niatal Calla cadena22 ( Theory ) a સક્ષમ હકીકત સમજાવી શકે ખરો, પણ એટલા પુરતો તેને સર્વજ્ઞ કહી ન શકાય. અલબત્ત, માન આપવા માટે આલંકારિક ભાષામાં તેઓને ઉપમાથી સર્વજ્ઞ કહેવામાં વાંધો નથી. જેમ કે-ભા સર્વજ્ઞ, કપિલ સર્વજ્ઞ, વિગેરે. અને એટલી વાત સાચી પણ ખરી કે–પોતાના વિષયના બીજા બધા વિદ્વાન કરતાં તેઓ વધારે-સર્વ જાણુનારા, માટે–સર્વજ્ઞ ખરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org