________________
વિજ્ઞાન શબ્દનો અર્થ કઈ પણ એક સાયન્સ-કઈ પણ એક વિષયનું પદ્ધતિસર શાસ્ત્ર, એ થાય છે. દાખલા તરીકે – યંત્ર વિજ્ઞાન, શબ્દ વિજ્ઞાન, ભૂમીતિ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, ભૂતલ વિજ્ઞાન, ભૂગર્ભ વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, સુતારી શિલ્પ વિજ્ઞાન, બાંધકામ શિલ્પ વિજ્ઞાન, ચિત્ર વિજ્ઞાન, આરોગ્ય વિજ્ઞાન, પ્રમાણ વિજ્ઞાન, માનસ વિજ્ઞાન, અધ્યાત્મ વિજ્ઞાન; વિગેરે નાના મેટા વિજ્ઞાનનું એક મોટું લિસ્ટ થવા જાય, પરંતુ આમાં દરેક વિજ્ઞાન મુખ્યપણે સ્વતંત્ર હોય છે. અને એવા સંખ્યાબંધ વિજ્ઞાને જગતમાં હોય છે.
તત્ત્વજ્ઞાન તે જગતમાં એક જ હોઈ શકે, કેમ કે-તત્ત્વજ્ઞાનને વિષય જ એટલો બહોળો છે, કે જે આખા વિશ્વ ઉપર ફરી વળે છે. તત્વજ્ઞાન જગતના સર્વ વિજ્ઞાનને પરસ્પર સંબંધ, સમન્વય, અને ગૌણ મુખ્ય ભાવનું પ્રતિપાદન કરે છે. સંપૂર્ણ વિશ્વદર્શનનું નામ તત્ત્વજ્ઞાન [ ફીલોફી-Philosoyhy ] છે.
આ ઉપરથી સમજી શકાશે કે–તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં મોટો તફાવત છે, તત્ત્વજ્ઞાન વ્યાપક છે, અને લાખે વિજ્ઞાન તેના પેટામાં સમાય છે.
હાલના સંશોધકે અનેક વિજ્ઞાનની શોધ ચલાવી રહ્યા છે. અને દરેકમાં દરરોજ નવું નવું શોધ્યાની જાહેરાત કરે છે, છતાં એટલું તે કહે જ છે કે-“ હજુ કાઈ પણ વિજ્ઞાન પૂરું શોધી શકાયું નથી. દરેકમાં નવી શોધ થાય છે, કે જુની શોધ ખોટી પડે છે. અથવા કેટલીક જુની શોધ વધારે સ્પષ્ટ પણ થાય છે. પરંતુ દરેકને છેડે આવી ગયું છે, એમ સમજવાનું નથી. હજુ પાશેરામાં પહેલી પુર્ણ કંતાઈ છે. શોધાયું માનીએ છીએ, તેના કરતાં કંઈક ગણું હજુ અણુશળ્યું રહ્યું છે.”
આ ઉપરથી આપણે એમ તે સમજી શકીશું જ કે-જ્યારે એક પણ વિજ્ઞાન સંપૂર્ણ શોધાયું નથી, ત્યારે સંપૂર્ણ વિજ્ઞાને શોધવાની તે વાત જ શી ? અને જ્યારે સંપૂર્ણ વિજ્ઞાન ધાયાં નથી, તે તત્વજ્ઞાન શોધાયાની તે વાત જ શી ? અને જ્યારે તત્ત્વજ્ઞાનના સંશોધનની વાત 'પણ થઈ શકતી નથી, તે પછી જગતું માટે અબાધ્યઃ સાંગોપાંગ અને શુદ્ધઃ જીવનમાર્ગ શોધી આપવાની તો વાત જ કયાં રહી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org