________________
સ્યાદ્વાદ અને સર્વજ્ઞતા [ “જન સત્ય પ્રકાશ.” અંક ૭મા ઉપરથી ]
લેખક
શ્રીયુત પ્રભુદાસ બેચરદાસ પારેખ જૈનદર્શન બહુ જ ઉચી કેરીનું દર્શન છે. આનાં મુખ્ય તો વિજ્ઞાન-શાન્સ [ સાયન્સ-Science ] ના આધાર ઉપર રચાયેલાં છે. આ માસ કેવળ અનુમાન જ નથી, પણ મારે સંપૂર્ણ અનુભવ પણ છે. જેમ જેમ પદાર્થ વિજ્ઞાન આગળ વધતું જાય છે, તેમ તેમ જૈન ધર્મના સિદ્ધાંત પણ સિદ્ધ થતા જાય છે.”
–સ્વર્ગસ્થ ડૉ. એલ. પી. ટેસીટરી (ઈટલી ] “જૈનધર્મ એક વૈજ્ઞાનિક ધર્મ છે.”
–દરબારી લાલજી.
ઉપર જણાવેલા બન્નેય જૈનધર્મના અભ્યાસીઓના અભિપ્રાય કરતાં જૈનધર્મના એક અભ્યાસી તરીકે મારે અભિપ્રાય કંઈક જુદો પડે છે. તે આ લેખમાં વિદ્વાન સમક્ષ નમ્રતા પૂર્વક રજુ કરવા રજા લઉં છું.
જૈનધર્મને એક સામાન્ય આચાર વિચારવાળે ધર્મ માની લઈ જેઓ તેને જગતને એક અમૂલ્ય વારસે નથી સમજતા. તેઓને તે બન્નેય લેખકે સમજાવવા માગે છે કે–“જૈનધર્મ એક સામાન્ય વસ્તુ નથી, પરંતુ તેનું ચણતર વિજ્ઞાનના વિચારો ઉપર રચાયેલું છે. પરંતુ આ સ્વરૂપ પણ ખરી રીતે જૈનધર્મ માટે ન્યૂક્તિવાળું જણાય છે. જેનધર્મ વિજ્ઞાન શાસ્ત્રસિદ્ધ નથી એટલે વૈજ્ઞાનિક નથી, પણ “તત્ત્વજ્ઞાનશાસ્ત્રસિદ્ધ છે, તત્ત્વજ્ઞાનમય છે.”
તત્વજ્ઞાન શબ્દ અને વિજ્ઞાન શબ્દક નીચે પ્રમાણે જુદા જુદા અર્થમાં પ્રચલિત છે. એટલે બન્નેયમાં અર્થ ભેદ છેઃ તે નીચે પ્રમાણે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org