________________
પ્રકાશકીય નિવેદન
અમારા અગાઉના પ્રકાશનોમાં જણાવ્યું છે તેમ પૂજ્યપાદ મુનિ ભગવંત શ્રી પુણ્યવિજ્યજી મહારાજના તા. ૧૪-૬-૭૧ ના રોજ થયેલા દેહાવસાન પછી સમગ્ર જૈન આગમોના સંશોધનસંપાદન કરવા-કરાવવાની સંપૂર્ણ જવાબદારી પૂરપાદ વિઠદ્વયં મુનિ ભગવંત શ્રી જંબૂવિજયજી મહારાજ સાહેબે સ્વીકારીને અમને ચિંતામુક્ત કર્યો છે. ઈ. સ. ૧૯૭૨-૭૩ થી તેઓશ્રી આગમ પ્રકાશન કાર્યને સતત વેગ આપતા રહ્યા છે. શ્રુતભક્તિરૂપ તેઓશ્રીના સહકાર બદલ અમે અંતઃકરણપૂર્વક ઉપકારવશ છીએ. દીવાદાંડીરૂપ આ ભાવના ઝીલી, સંસ્થાના આદ્યપ્રેરક યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પરમપૂજ્ય સાધ્વીજી શ્રી કારશ્રીજી મહારાજની પ્રેરણા, માર્ગદર્શન અને સહકાર પ્રત્યે અમે ત્રિવિધયોગે ભાવસહિત વંદના કરીએ છીએ. તેમજ ૫. અમૃતલાલ મોહનલાલ ભોજકે આત્મીયભાવે આ ગ્રંથના પ્રકાશનમાં અનેકવિધ પ્રેરણાત્મક સહકાર આપ્યો છે તે બદલ અમે તેઓશ્રીના ઋણી છીએ.
અમારી આ આગમ પ્રકાશન યોજનાના પ્રારંભથી જ ભારતીય દર્શનશાસ્ત્રના ઊંડા અભ્યાસી પં. દલસુખભાઈ માલવણિયાએ આત્મીયભાવે સહકાર આપ્યો છે. આ ગ્રંથની ગુજરાતી ભાષામાં લખેલી પ્રસ્તાવનાનું અંગ્રેજીમાં ભાષાંતર સુવિખ્યાત વિદ્વાન અને આ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી ડૉ. નગીનદાસ જે. શાહે કરેલ છે. અમારી સંસ્થાના અવિભાજ્ય અંગરૂપ સનિષ્ઠ માનાર્હ ડિરેકટર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાએ મુદ્રણ આદિ કાર્યોની બધી જવાબદારીઓને પોતાની સમજીને અસાધારણ સહકાર આપેલ છે. જ્ઞાન પ્રકાશનના આ કાર્યમાં સહકાર આપવા બદલ અમે આ ત્રણેય વિદ્વાનોના આભારી છીએ.
દર્શન અને આગમના ભારતીય તેમ જ વિદેશી વિદ્વાનોને આ કાર્ય માટે પ્રેરણાદાયી સહકાર મળેલ છે તે સહુના અમે ઋણી છીએ.
શ્રુતભક્તિના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવે એવાં આ સંગીન અને અનુમોદનીય આગમસૂત્રોના સંશોધન અને પ્રકાશન માટે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટસ્ટ”ના નામે સ્વતંત્ર ટ્રસ્ટ રજિસ્ટર થયેલ છે, જેના ટ્રસ્ટીઓ નીચે મુજબ હતા?
(૧) શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા (૨) ,, જયંતીલાલ રતનચંદ શાહ (૩) , વૃજલાલ કપુરચંદ મહેતા (૪) , રસિકલાલ મોતીચંદ કાપડિયા (૫) , પ્રતાપભાઈ ભોગીલાલ તાજેતરમાં ટ્રસ્ટીઓની ચૂંટણી થતાં નીચે મુજબ ટ્રસ્ટીઓ ચૂંટાયા છે : (૧) શ્રી ડુંગરશી રામજી ગાલા (૨) , પ્રમોદચંદ્ર ચીમનલાલ શાહ (૩) ,, મહીપતરાય જાદવજી શાહ (૪) , માણેકલાલ વાડીલાલ સવાણી (૫) , વસનજી લખમશી શાહ
આ ટ્રસ્ટના અન્વેષકો તરીકે મે. વિપિન ઍન્ડ કંઇ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેવા આપે છે એ બદલ અમે તેઓશ્રીના આભારી છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org