SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજ્યજી મહારાજે સ્વહસ્તે કરેલ આ સૂચિત ગ્રંથની મુદ્રણયોગ્ય નકલ સાઘત વાંચીને આગમશાસ્ત્રના અભ્યાસી પં. શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજકે વ્યવસ્થિત કરેલ છે. એમણે બહુ ચીવટથી ગૂફ-વાચન, પ્રસ્તાવના અને પરિશિષ્ટ તૈયાર કરેલ છે. તેઓશ્રી આગમપ્રભાકર મહારાજ સાહેબના ૩૫ વર્ષ સુધી સહકાર્યકર હતા. એમના પ્રત્યેની આંતરિક ભક્તિથી પ્રેરાઈને આ કાર્યમાં એમણે અકસ્થ સહકાર આપ્યો છે. સને ૧૯૬૦માં જિનાગમ ગ્રંથમાળાનો પ્રારંભ થયો ત્યારથી ૫ પૂ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજની આજ્ઞાને વશ થઈ પં. શ્રી અમૃતલાલ ભોજક આગમગ્રંથમાળાના પ્રકાશન-કાર્ય સાથે સંકળાયેલ હતા. તે વર્ષ પૂર્વે તબિયતના કારણે નિવૃત્ત થયા હોવા છતાં તેમનો સાથ સહકાર મળતો રહ્યો છે. આ સમગ્ર યોજનાને યશસ્વી બનાવવામાં તેઓના અવિરત શ્રમ અને ખંત ચિરસ્મરણીય રહેશે. અમને શ્રદ્ધા છે કે તેઓએ જે ધીરજ અને ખંતથી આગમભક્તિ તેઓના પરમ ગુરુ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજના સાનિધ્યમાં કરી છે તે ભાવના ગુરુભક્તિથી સતત ચાલુ રાખી યોજનાને વિશેષ યશસ્વી બનાવવાનું ચાલુ રાખશે. - જૈન દર્શન અને અન્ય ભારતીય દર્શનોને સ્પર્શતી ઉપયોગી અવનવી માહિતી જૈન જ્ઞાનભંડારોમાં વિપુલ પ્રમાણમાં સચવાયેલી છે. આ મહત્વપૂર્ણ કડીબંધ માહિતી વિદ્વાનો તેમ જ સંશોધકોને ઉપલબ્ધ થાય તો ભારતીય સંસ્કૃતિની ખૂટતી અનેક કડીઓ મળે. પરિણામે અવનવા વિચાર–પ્રવાહો તેમ જ સિદ્ધાંતોના દર્શન થાય છે. પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યપ્રવરશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબે અભ્યાસીઓને ઉપયોગી થાય તેવા પવિત્ર હેતુથી એકલે હાથે અથાગ પરિશ્રમ સેવી જૈન ધર્મના પ્રાણસમી, પાયારૂપ, પવિત્ર આગમગ્રંથાવલીની સુવાચ આવૃત્તિ વર્ષો પૂર્વે પ્રકાશિત કરી હતી, ત્યાર બાદ જૈન ભંડારોના પારગામી અને અધિકારી પૂવ આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિશ્રી પુણ્યવિજ્યજી મહારાજે જુદા જુદા જ્ઞાનભંડારોમાં સચવાયેલ સામગ્રી એકત્ર કરી, તેનું શુદ્ધિકરણ, જરૂરી નોંધો કરી, આગમિક સાહિત્યનું વ્યાપક અને તલસ્પર્શી અધ્યયન– સંશોધન જીવનભર કર્યું હતું. મૂળ આગમોની સુસંપાદિત વ્યવસ્થિત આવૃત્તિ બહાર પડે તેવું સૂચન શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી થતાં મૂળ આગમાં પ્રકાશિત કરવાની યોજના પૂવ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજ્યજી મહારાજ અને આ વિષયના નિષ્ણાત વિદ્વાનોના સહકારથી તૈયાર કરી, આ કાર્યમાં પંડિત અમૃતલાલ મોહનલાલ ભોજકને સહકાર મેળવ્યો. આ રીતે આગમ ગ્રંથમાળાના મુખ્ય પ્રેરક પ. પૂ. આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ, વિદ્વર્ય મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ છે. પીસ્તાલીશ મૂળ આગમગ્રંથો પ્રકાશિત કરવાની યોજનાનુસાર અગિયાર અંગ, બાર ઉપાંગ, છે છેદ, ચાર મૂળ, નંદિસત્ર, અનુયોગઠારસૂત્ર અને દસ પ્રકીર્ણક પ્રગટ કરવાનાં છે. આગમ સૂત્રોના મૂળ પાઠો સંશોધિત-સંપાદિત કરીને પાઠાંતરી સાથે આપવા ઉપરાંત ગ્રંથ, ગ્રંથકાર અને આનુષંગિક બાબતોની આધારભૂત અને તદ્વિષયક માહિતી આપતી પ્રસ્તાવના, શબ્દસૂચિ તેમજ વિવિધ વિષયને લગતાં પરિશિષ્ટો આપવામાં આવી રહ્યાં છે. આગમ પ્રકાશનની આ યોજના જૈન ધર્મ અને સાહિત્યની શકવર્તી સેવા બજાવવાની સાથે પ્રકાશન ક્ષેત્રે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવે એવી નીવડી રહી છે. પ્રાતઃસ્મરણીય આગમપ્રભાકર પૂ૦ પુણ્યવિજ્યજી મહારાજના સાનિધ્યમાં વિ. સં. ૨૦૧૭નાં કારતક વદ ૩, તા. ૨-૧૧-૧૯૬૦ના નાના સરખા જ્ઞાન-સમારંભમાં આ પવિત્ર ભગીરથ કાર્યનું મંગળાચરણ કરવામાં આવ્યું હતું. આ રીતે અધ્યયન-અધ્યાપનને તેમ જ સંશોધન– સંપાદનને વેગ મળે તે માટે સસંશોધિત-સંપાદિત આવૃત્તિ તૈયાર કરવાનો પ્રારંભ થયો. એ રીતે આગમો અને બધા આગમિક સાહિત્યની આવી આવૃત્તિઓ પ્રગટ કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો અને આપણાં બધાં પવિત્ર મૂળ આગમોનું અત્યારની વિજ્ઞાનિક પદ્ધતિએ સંશોધ–સંપાદન કરાવીને એને એકસરખાં રૂપમાં પ્રકાશિત કરવાની સંચાલકોની ભાવના સંપૂર્ણપણે સાકાર થઈ રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001046
Book TitlePainnay suttai Part 3
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages166
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, & agam_anykaalin
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy